Abtak Media Google News

સુરત: ભાજપમાં જુથવાદ વકર્યો

વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક જીતતા પક્ષમાં પાટીલનું કદ વધતા તેમની બદનામી થાય તેવી પત્રિકા છપાવી પેન ડ્રાઇવ પોસ્ટ દ્વારા ભાજપ કાર્યકરોને મોકલી

સુરત યાર્ડના ચેરમેન અને સુમુલ ડેરીના ડીરેકટર સંદિપ દેસાઇએ ક્રાઇમ બ્રાન્ચમાં રાકેશસિંહ સોલંકી, દિપુ યાદવ અને ખુમાનસિંહ પટેલ સામે ફરિયાદ નોંધાવી

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરતી પત્રિકા અને પેનડ્રાઇવ ભાજપના કાર્યકરોને મોકલવા અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉંડી છાનભીન કરી  સમગ્ર ષડયંત્ર રચી પાટીલને બદનામ કરવામાં ઉમરપાડા તાલુકા ભાજપના પ્રભારી રણજીતસિંહ સોલંકી એ તેના બે ટેકેદારની સંડોવણી બહાર આવતા ત્રણેયની ધરપકડ કરી કારતરુ રચી ખોટા આક્ષેપ કરી માનહાની કર્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતના સચિન વિસ્તારના કનસાડ ખાતે રહેતા યાર્ડના ચેરમેન અને સુમુલ ડેરીના ડીરેકટર સંદિપભાઇ જંયતીભાઇ દેસાઇ સુરતના કોસંબા નજીક તરસાડી ગામે રહેતા અને ઉમરપાડા તાલુકા ભાજપના પ્રભારી રાકેશસિંહ રણજીતસિંહ સોલંકી, ખુમાનસિંહ જસવંતસિંહ પટેલ અને કોસંબા રીવા રેસીડેન્સીમાં રહેતા દિપુ ઉર્ફે સોનુ લાલચંદ યાદવ સામે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિરુધ્ધ પત્રિકા છપાવી અને જીતેન્દ્ર શાહ દ્વારા કરાયેલા આક્ષેપ સાથેની પેન ડ્રાઇવ મોકલી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

મુળ સરધારના વતની અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા જીતેન્દ્ર ભરત શાહએ ભાજપ પાર્ટી ગુંડાઓની અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી હોવાના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અંગે અપમાનજનક ટીપ્પણી કરતો વીડિયો તૈયાર કરી તેને પેનડ્રાઇવમાં ડાઉન લોડ કરી પેન ડ્રાઇવ તેમજ સી.આર.પાટીલ વિરુધ્ધ લખેલી પત્રિકા  સંદિપભાઇ દેસાઇ તેમજ અન્ય ભાજપના કાર્યકરોને મોકલવામાં આવી હતી. આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લેખિત અરજી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે કરાયેલી તપાસમાં પત્રિકા અને પેનડ્રાઇવ પાલેજ અને ભરુચ ખાતેથી પોસ્ટ કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું.

કોસંબાના દિપુ યાદવ અને ખુમાનસિંહ પટેલ દ્વારા પાલેજ અને ભરુચથી પોસ્ટ કર્યાનું બહાર આવતા બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા પત્રિકા અને પેનડ્રાઇવ ઉમરપાડા તાલુકા ભાજપના પ્રભારી રાકેશસિંહ રણજીતસિંહ સોલંકીના કહેવાથી પોસ્ટ કર્યાની કબુલાત આપતા પોલીસે રાકેશસિંહ સોલંકીની ધરપકડ કરી તેની સાતે અન્ય કોણ સંડોવાયા છે. તે અંગે પૂછપરછ હાથધરી છે.

જીતેન્દ્ર શાહ પેનડ્રાઇવ દ્વારા વીડિયો વાયરલ કરી મોરબી છુપાયાનું ખુલ્યું

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની બદનામી કરતો વીડિયો તૈયાર કરી પેનડ્રાઇવ દ્વારા વાયરલ કરવાના ગુનામાં સંડોવાયેલા મુળ સરધારના વતની અને અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રેહતા જીતેન્દ્ર ભરતભાઇ શાહ સામે ગત તા.25 જુલાઇના રોજ ફરિયાદ નોંધાતા તે ફરાર થયા બાદ મુળીના વિજયસિંહની મદદથી મોરબીની જે.કે.હોટલ અને મહેશ હોટલમાં પોતાની ઓળખ છુપાવી ખોટુ નામ નિલેશ નારણ પોશીયા ધારણ કરી આરસો મેળવ્યા અંગેનું બહાર આવતા જીતેન્દ્ર શાહ અને વિજયસિંહ સામે મોરબી એ ડિવિઝન પોલીસમાં અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.