Abtak Media Google News

તરણેતરના મેળામાંથી પરત ચોટીલા આવવા બેસાડેલા મુસાફરોના ઝગડામાં દરિમયાનગીરી કરતા ત્રણે ઢીમ ઢાળી દીધુંતુ

ચોટીલા નજીક બોલેરો ચાલક યુવાનનું ઢીમ ઢાળી દેનાર મહિલા સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.બનાવ મુજબ થાનગઢથી ચોટીલા આવવા બેસેલા એક મહિલા સહિત ત્રણ પેસેન્જરો કારમાં સવાર અન્ય પેસેન્જર સાથે બોલાચાલી કરતા ડ્રાઇવરએ એ બાબતે ત્રણેય પેસેન્જરોને ઉતારી દેતા મામલો બિચક્યો હતો. જેમાં મહિલા સહિત ત્રણે બોલેરોના ચાલકને ઇંટના ઘા ઝીંકી હત્યા કરતા કરી હતી.

વિગતો મુજબ શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતરથી પેસેન્જર લઇ આવતા બોલેરોના ચાલકની ઇંટના ઘા ઝીંકી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ સનસનીખેજ બનાવમાં પીકઅપ ગાડીના ડ્રાઇવર દેવરાજ સોલંકીએ ભાડુ માંગતા ભાડુ નથી દેવું તેમ કહી ડ્રાઇવરના ભાઇને તેમજ ડ્રાઇવરને માર માર્યો હતો. જેમાં ડ્રાઇવર દેવરાજ ઘુઘાભાઇ સોલંકીને માથામા ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ ઘટનામાં ચોટીલા પોલીસે આરોપી નરેશ રમેશ સોલંકી,જશી નરેશ સોલંકી અને વિજય ઉર્ફે વીજલો નાથા સોલંકી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.