Abtak Media Google News

મેટલની બાકી 4ર લાખ રકમ આપવાના બદલે હડાળા ગામના બિનખેતી પ્લોટ પધરાવી દેનાર ત્રણ ભૂમાફીયાની ધરપકડ

અબતક, રાજકોટ

રાજકોટમાં ગુનેગારો  નવા નુસખા અપનાવી ગુના આચરતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં ઉધારીમાં લીધેલા માલની રકમ ન ચૂકવવા માટે બે  શખ્સે સાથે મળી  બોગસ દસ્તાવેજ બનાવના કૌભાંડમાં પોલીસે બે ભાઈ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.સાધુવાસવાણી રોડ, સ્વાગત રેસિડેન્સીમાં રહેતા સચિનભાઇ સુરેશભાઇ કુકડિયા નામના યુવાને  કુવાડવા રોડ, ચામુંડા સોસાયટીમાં રહેતા પ્રકાશ પ્રવીણ પીતળિયા, ગાંધી સોસાયટીની બાજુમાં સુંદરમ-1માં રહેતા શક્તિસિંહ કૃષ્ણકુમારસિંહ વાળા અને તેનો ભાઇ જયરાજસિંહ સામે ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મુજબ સચિનભાઇ મેટલ્સનો વેપાર કરે છે. પ્રકાશ પીતળિયા તેની દુકાને   સામાન લેવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો.

સચિનભાઇ પ્રકાશ પીતળિયાના વિશ્વાસમાં આવી  રૂ.42 લાખની કિંમતનો મેટલ્સનો સામાન  પ્રકાશને બકીમાં આપ્યો હતો.  લાંબા સમય પછી  પ્રકાશે 42 લાખની રકમ ચૂકવી ન હતી.   પ્રકાશે બાકી રકમના અવેજમાં પ્લોટનો સોદો કરવાની વાત કરી હતી.જેથી પ્રકાશે ભૂમાફિયા શક્તિસિંહ અને તેના ભાઇ જયરાજસિંહ સાથે કાવતરું રચી હડાળા ગામની 1319ચો.મી. જમીનના  ખોટા દસ્તાવેજો તૈયાર કરી  આપ્યો હતો. જેમાં આરોપી જયરાજસિંહે સાક્ષીમાં સહી કરી હતી.પ્રકાશે ભૂમાફિયા બંધુની સાથે મળી પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદને પગલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.  પ્રકાશ પીતળિયા હત્યાના ગુનામાં, જ્યારે ભૂમાફિયા બંધુઓ જમીન કૌભાંડના ગુનામાં પકડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.