રાજકોટ: ત્રણ બાઇક ચોરીના ભેદ ઉકેલાયા, બાઇક અને કારના પાર્ટસ ચોરાયા

  • ક્રાઇમ બ્રાંચે રેડા શખ્સ અને બાળ આરોપીને ઝડપી લઇ રૂ. 45 હજારનો મુદામાલ કબ્જે કર્યો
  • ઇ-એફ આર.આઇનો પ્રારંભ થતા વાહન ચોરીના જુના ગુના દાખલ થયા

શહેરનો હરણફાળ વિકાસના સાથે ગુનાખોરીનો ગ્રાફ વધતા તેને ડામી દેવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચે બે સ્થળેથી બે બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમાં રહેલા બાળ આરોપી અને રીઢા શખ્સને ઝડપી લઇ રૂ. 45 હજારનો મુદામાલ કબજે કર્યો છે. સાથે સાથે આજી ડેમ પોલીસ મથકમાં બાઇક અને કારના પાર્ટસની ચોરીના ગુના નોંધાયા છેે.

વધુ વિગતમુજબ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને અણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વાય.જે. જાડેજા અને જે.વી. ધોળા સહીતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલ રોડ ખોડીયારનગરમાં રહેતો શાહબાઝ ઉર્ફે સબલો સતાર જોબન નામનો શખ્સ ગોંડલ રોડ પરથી પસારથતા હોવાની હેડ કોન્સ્ટેબલ કીશનસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ ને મળેલી બાતમીના આધારે સ્ટાફે એસ.ટી. વર્કશોપ  પાસે ગોઠવેલી વોચમાં શાહબાઝ ઉર્ફે સબલો ની અટકાયત કરી પોકેટ મેટમાં બાઇક નંબર સર્ચ કરતા બાઇક  ચોરાઉ હોવાનું અને 1પ દિવસ પહેલા ગોવધન ડલીક્ષ દુકાન પાસેથી ચોર્યાની કબુલાત આપી હતી. તેની સામે ચોરી, જુગાર અને કાર ચોરીના આઠ ગુના મળી 10 પોલીસ મથકના ચોપડે ચડી ચુકયો છે.

જયારે રૈયા રોડ હનુમાનમઢી ચોક પાસેથી કાયદાના સંઘર્ષમાં રહેલા બાળકને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ બી ડીવીઝન પોલીસ મથકને સોંપી આપેલો છે. આ ઉપરાંત સ્વાતિ પાર્ક મેઇન રોડ પર નજીક જે.કે. પાર્કમાં રહેતા રવિન્દ્ર મનસુખભાઇનું ઘર પાસેથી કારમાંથી રૂ. 40 હજારના પાર્ટની ચોરી કરી ગયાની અને રેલનગર વિસ્તારમાં રહેતા દિલીપ ભીખુ મેણીયા નામના યુવકનું આજી ડેમ ચોકડી પાસે રવિવાર બજાર પાસેથી રૂ. ર0 હજારની કિંમતનું બાઇક ચોરી કરી ગયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.