Abtak Media Google News

રાજકોટના બૂટલેગર વિદેશી દારૂની ડીલેવરી કરે તે પૂર્વે જ એલસીબીની ઝપટે ચડયા

મેટોડા જીઆઈડીસીમાં રાત્રીનાં સમયે મકાનમાંથી દારૂની હેરફેર કારમાં થતી હોવાની ચોકકસ બાતમીનાં આધારે એલસીબી ટીમે ત્રાટકી બૂટલેગર સહિત ચાર શખ્સોને ઝડપી પાડી કાર દારૂની ૩૬૦ બોટલ, ૬ મોબાઈલ મળી રૂા.૬,૬૯,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઈડીસીના ઓલ્માઈટી ગેઈટ સામે આવેલા મકાનમાંથી દારૂનો જથ્થો કારમાં હેરફેર થતો હોવાની ચોકકસ બાતમી રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમના પીઆઈ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા પીએસઆઈ એચ.એમ. રાણા, પોલીસ કોન્સ્ટેબલ રવીદેવભાઈ બારડ પોલીસ હેડ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રીવેદીની ટીમને મળતા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવનાર રૈયાગામના ફાઈનાન્સર રવીરાજસિંહ દીલીપસિંહે જાડેજા, રેલનગરનાં રૂષીરાજસિંહ અશોક સિંહે સરવૈયા, દારૂનો જથ્થો સપ્લાય કરવા આવલે સમીર આમદ જુણેજા રહે આનંદનગર વશીમ હારૂન મુલ્તાની રહે. શ્રી હરી સોસાયટીની ધરપકડ કરી પોલીસે કાર મકાનમાંથી રૂા૧૦૮૦૦ની ૩૬૦ બોટલ દારૂ મોબાઈલ નં. ૬ કાર કિંમત રૂા.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૬,૬૯,૬૦૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત રાત્રીનાં સમયે કોરોનાની મહામારીમાં જાહેરનામાનો ભંગ કરી દારૂની હેર ફેર કરતા મળી આવતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.