Abtak Media Google News

અમદાવાદના ઓગણજ-ભાડજ રિંગ રોડ પર થયેલા અકસ્માત બાદ કારમાં આગ લાગતા ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસોપિટલમાં ખસેડાયાં હતાં.

આજે વહેલી સવારે અમદવાદના ઓગણજ-ભાડજ રિંગરોડ પર ભાડજ સર્કલ નજીક ફોક્સવેગન કારનો અન્ય વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી. જેથી કારમાં સવાર પાંચ લોકો ફસાઈ ગયાં હતાં. કારમાં આગ લાગતા 3 યુવકો બળીને ભડથું થઈ ગયાં હતાં. ત્રણેય મૃતકો અમદાવાદના રહેવાસી હોવા હોવાનું કહેવાય છે. જ્યારે બાકીના બે યુવકો જેમતેમ કરીને કારમાંથી બહાર આવવામાં સફળ રહ્યાં હતાં. જો કે તે બંને યુવકો પણ ગંભીર રીતે દાઝી ગયાં હતાં.

બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મૃતકોના નામ રરાહુલ બારડ, રોયલ પટવા, ધૈર્ય પટેલ છે. જ્યારે મોહનસિંહ અને પાર્થ નામનાં બે યુવકો ગંભીર રીતે દાઝી ગયાં છે.  ગંભીર રીતે દાઝી ગયેલા મોહનસિંહ અને પાર્થ ને સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

મૃત્યુ પામનાર રાહુલ રામભાઇ બારડ ઉ.વ. 21 જે તાલાલા ના ધારાસભ્ય ભગાભાઇ બારડના ભત્રીજાનુ અકસ્માતમા મોત નીપજયું હતું….

Whatsapp Image 2018 03 08 At 10.19.37 Am

Whatsapp Image 2018 03 08 At 10.19.36 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.