Abtak Media Google News

ખોબા જેવડા બલાણા ગામમાં અરેરાટી

જાફરાબાદ તાલુકાના બલાણા ગામ તળાવમાં અકસ્માતે ડુબી જવાથી કરુણ મોત નિપજતાં ખોબા જેવડા બલાણા ગામમાં શોકનું મોજુ છવાઇ ગયેલ છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ બલાણા ગામ નજીક આવેલા તળાવમાં ૩ બાળકોએ અકસ્માતે ડુબી જવાથી મોત થયેલ છે. જેથી સારાએ જાફરાબાદ પંથક અરેરાટી ફેલાઇ ગયેલ છે.

આ ત્રણેય બાળકીઓને સ્થાનીક તરવૈયાની મદદથી બહાર કાઢવામાં આવેલ હતી. અને ૧૦૮ને જાણ કરવામાં આવતા જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી. મૃતક બાળકીમાં લાખાભાઇ પુનાભાઇ બાંભણીયાની પુત્રી મંજુલાબેન (ઉ.વ.૧૩) અને મોહનભાઇ સોમાભાઇ પરમારની બે દિકરીઓ જેમાં મોટી દિપીકા (ઉ.વ.૧૫) તથા નાનીબેન (ઉ.વ.૧૩) એમ બે સગી બહેન તથા એક અન્ય બાળકીનું નાના એવા ગામમાં મોત થતાં આખુએ ગામ હિબકે ચડેલ હતું.

અને ઘટનાની જાણ થતાં આખુએ ગામ હિબકે ચડેલ હતું. અને ઘટનાની જાણ થતાં મામલતદાર તથા પોલીસ સ્ટાફ અને બલાણાના સરપંચ તથા સ્થાનીક કોગ્રેસ અગ્રણી પ્રવિણભાઇ બારૈયા તથા રમેશભાઇ ચુડાસમા (ભાજપ) હોસ્પિટલે પહોચેલ હતા જયાં જયાં ડોકટરો મૃતક જાહેર કરેલ હતી અને પી.એમ. ની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.