Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં ટેકનોલોજી અને અવકાશીય જ્ઞાન માટે પ્રથમવાર ઈસરો એકિઝબિશન

ભારતના મૂર્ધન્ય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના આનંદ ભવન ખાતે તા.૨૫ જાન્યુઆરી-૨૦૨૦ સુધી પ્રથમવાર ત્રિદિવસિય ઈસરો એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જિલ્લા કલેક્ટરશ્રી કે. રાજેશ, સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

I S R O 5

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ તથા ધારાસભ્ય ધનજીભાઈના સહયોગથી ઈસરો અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર ખાતે પ્રથમવાર યોજાયેલ આ ત્રિ-દિવસીય ઈસરો એકઝીબિશનમાં સેટેલાઈટ લોન્ચ રોકેટના મોડેલ- ઙજકટ  ૠજકટ, પૃથ્વીની આસપાસ ફરતા સેટેલાઈટનું ઓર્બિટ મોડેલ, ચંદ્રયાન, મંગળ મિશન, ઉપગ્રહ અને તેમની એપ્લીકેશન, જઅઈ  ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો સાથે સંવાદ, વોટર બુસ્ટર રોકેટ લોન્ચિંગ  અવકાશયાત્રી સેલ્ફી પોઈન્ટ તથા દરરોજ સાંજે ૭-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી ટેલીસ્કોપથી આકાશદર્શન તેમજ જિલ્લાના દરેક તાલુકા મથકે સ્પેસ ઓન વ્હીલવાન  પ્રદર્શન કેમ્પો તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ( ડાયેટ ), સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા આપત્તિ જોખમ વ્યવસ્થાપન (આગ કેવી રીતે લાગી શકે અને આગ બુઝાવવાની રીત) કાર્યક્રમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, સુરેન્દ્રનગર દ્વારા આફત સામેની પૂર્વ તૈયારી, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા ગરવી ગુર્જરી એમ્પોરીયમ તથા સી.યુ.શાહ યુનિવર્સિટી દ્વારા સોલર કાર, એન્જીયરીંગ ઓફ ટેકનોલોજી, સોલર ગ્લાસ કટર, કમ્યુટર એડેડ કસ્ટમ એન્ટ ડ્રેશ મેકિંગ સાયન્સ મોડેલ ડિસપ્લેય, ઓટો મોબાઈલ એન્જીયરીંગ, મેજીક મિરર, ડો. હોમીભાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સુરેન્દ્રનગર દ્વારા સાયન્સ વર્કિગ મોડેલ પ્રદર્શન, ગઈઈ દ્વારા ગુજરાત નેવલ યુનિટ તેમજ ઓટલેરી યુનિટ ધ્રાંગધ્રાએ ૧૩૦ળળ કાર ટેન્ક સહિત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ ઈસરો એક્ઝિબિશનમાં સતત ત્રણ દિવસ સુધી જિલ્લાની અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓ આ ઈસરો એક્ઝિબિશનનું પ્રદર્શન નિહાળવા માટે આવશે તેમજ શહેરીજનો પણ ૨૫ મી જાન્યુઆરી સુધી વિનામૂલ્યે આ એકઝીબિશનને નિહાળવાનો લ્હાવો  લઈ શકશે.

આ ઈસરો એક્ઝિબિશન કાર્યક્રમ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ, સાયન્ટીસ  એન્જીનીયર વિપુલકુમાર પુરોહિત, ગ્રુપ ડાયરેક્ટર ચિરાગભાઈ દિવાન તથા તેમની ટીમ સહિત વિવિધ મહાનુભાવો સહિત જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.