Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અંતરિપ સુદ સાહેબ તથા ના.પો.અધિ. શ્રી જેતપુર નાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં  દારૂ જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે  ઉપલેટા પોલીસ સ્ટેશન ના પો હેડ કો રમેશભાઇ બોદર તથા અરુણભાઇ ખટાણા તથા નીલેશભાઇ ચાવડા તથા પો.કો.ગગુભાઇ ગઢવી તથા કૌશીકભાઇ જોશી   એમ અમો સ્ટાફ ના  માણસો પોલીસ સ્ટેશન હાજર હતાં તે દરમીયાન  ગગુભાઇને બાતમીરાહે હકીકત મળેલ કે  ઉપલેટા આમ્રપાલી સોસાયટી આંબેશ્વર મહાદેવ મંદિર પાસે લાઇટ ના અજવાળે પૈસાની લેતી દેતી કરી તીનપતી નો હારજીતનો જુગાર રમતા હોય જે અનવયે રેઇડ કરતા ત્રણ ઇસમો જેમા  (૧) મનીશ અનિલભાઇ મેસવાણીયા (૨) દિપક અનિલભાઇ મેસવાણિયા (૩)વિજયભાઇ લખમણભાઇ સાંજવા રહે બધા ઉપલેટા વાળા ઓને જુગાર રમતા રોકડ રુપીયા ૧૫૦૮૦/ સાથે મળી આવતા મજકુર  ત્રણેય ઇસમ ઉપર ગુનો રજી.કરી કાર્યવાહી કરેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.