Abtak Media Google News

ભારત યાત્રીથી લઇ પ્રદેશ પ્રમુખ સુધીના નેતાઓને આમંત્રણ: છત્તિસગઢ જવા અનેક કાર્યકરો રવાના

આગામી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન છતીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસનું 85મું મહાઅધિવેશન યોજાવાનું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના 468 નેતાઓ ભાગ લેશે. આજે અનેક નેતાઓ રાયપુર જવા માટે રવાના થઇ ગયા છે.

Advertisement

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં છતીસગઢના રાયપુર ખાતે આગામી 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન કોંગ્રેસનું 85મું મહાઅધિવેશન યોજાશે. જેમાં અલગ-અલગ રાજ્યોમાં પ્રદેશ સંગઠનના હોદ્ેદારો, અલગ-અલગ જિલ્લા અને મહાનગરોના પ્રમુખ, વિવિધ ફન્ટ્રલ ઓર્ગેનાઇઝેશનના હોદ્ેદારો અને ભારત યાત્રીકોને સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 400 હોદ્ેદારો અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં હોદ્ો ધરાવતા ગુજરાતના 68 નેતાઓ સહિત કુલ 468 નેતા આ મહાઅધિવેશનમાં ભાગ લેશે. મહાઅધિવેશનમાં લોકસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપને બરાબરની ટક્કર આપવા માટેની રણનીતી તૈયાર કરવામાં આવશે અને તમામ નેતાઓ ચૂંટણીલક્ષી કામગીરી માટે સજ્જ થઇ જવા તાકીદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.