Abtak Media Google News

ભત્રીજી સાથેના પ્રેમ સંબંધના કારણે બાઇક પર અપહરણ કરી ઢીમઢાળી દીધાની કબુલાત

શહેરના ભગવતીપરાના યુવકને નામચીન શખ્સની કુટુંબી ભત્રીજી સાથેના પ્રેમ સંબંધના હોવાના કારણે છ માસ પહેલાં થયેલી હત્યામાં નાસતા ફરતા કુખ્યાત શખ્સ સહિત ત્રણની કચ્છમાંથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે.

Advertisement

મારામારી સહિત અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન ગુલમહંમદ ઉર્ફે ગુલીયાની ભત્રીજીને ભગવતીપરામાં રહેતા અકબર ફૈઝમહંમદ સાથે પ્રેમ સંબંધ હોવાથી અગાઉ ધાક ધમકી દીધી હતી તેમ છતાં અકબરે પ્રેમ સંબંધ ચાલુ રાખતા ગત તા.૨૬ જુલાઇએ ગુલીયાના સાગરીતો જીતુ ડાંગર, સલીમ ઉર્ફે સલુ, સદામ અને સિકલા સહિતના શખ્સોએ અકબર અને તેના મિત્ર ટીટાનું બાઇક પર અપહરણ કરી રૂખડીયાપરા તરફ લઇ જઇ લાકડાના ધોકાથી માર મારતા ગંભીર રીતે ઘવાયેલા અકબરનું મોત નીપજતા તેના અનિશ ફૈઝમહંમદે બી ડિવિઝન પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

ગુલમહંમદ ઉર્ફે ગુલીયો છેલ્લા છ માસથી ભાગતો ફરતો હોવાથી પોલીસે તેની શોધખોળ હાથધરી કચ્છના ભચાઉથી ભૂજ તરફ જતા માર્ગ પર મોરગર ગામ પાસે હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એ.એસ.સોનારા, એમ.એસ.મહેશ્વરી અને અજીતસિંહ પરમાર સહિતના સ્ટાફે ભગવતીપરાના ગુલમહંમદ ઉર્ફે ગુલીયો ઇબ્રાહીમ મોડ, સિકંદર ઉર્ફે સિકો મહેબુબ મીર અને ઇમ્તિયાઝ અબ્દુલ બોદર નામના શખ્સોની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.