Abtak Media Google News

યુવતીને ભગાડી જવાનો ખાર રાખી નવ શખ્સોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો’તો

સેશન્સ કોર્ટે ત્રણ શખ્સોને કરેલ સજાના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો

સરધાર નજીક ભંગળા ગામે ત્રણ વર્ષ પહેલા યુવતીને ભગાડી જવાનો ખાર રાખી પટેલ યુવકનું અપહરણ કરી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવાના ગુનાના કેસમાં અદાલતે પાંચ શખ્સોને નિર્દોષ છોડી ત્રણ શખ્સને મનુષય સાપરાધ કલમ હેઠળ તકસીરવાન ઠેરવ્યા હતા જે ત્રણ શખ્સોને હાઈકોર્ટે જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ સરધાર પાસે ભંગળા ગામે રહેતો ઉમેશ રણછોડભાઈ છેલડીયા નામના યુવકનું ગત તા.૨/૧/૨૦૧૮ના રોજ અપહરણ કરી વીડી વિસ્તારમાં લઈ જઈ પાઈપ અને ધોકા વડે માર મારી ફેંકી દીધો હતો અને અજાણ્યા શખ્સોએ ઈજાગ્રસ્તના પરિવારજનોને જાણ કરી ૧૦૮ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે ઉમેશ રણછોડભાઈ છેલડીયાની ફરિયાદ પરથી વૈભવ ઉર્ફે વિભા હકા મુંધવા, વેજા ઉર્ફે દુધો વશરામ ગમારા, ગોપાલ ઉર્ફે વિપુલ વસ્તા ગમારા, સગરામ ભીખા મુંધવા, જગા ભીખા મુંધવા, રામ અરજણ મુંધવા, મનોજ ખેંગાર મુંધવા, પરબત ભીખા મુંધવા અને કાળા હિરા સરસીયા વિરુઘ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઘવાયેલા ઉમેશ છેલડીયાનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઉમેશ છેલડીયા અને વૈભવ મુંધવાની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોય અને વૈભવની બહેનને ભગાડી ગયો હતો અને સાતેક દિવસ બાદ પરત આવી વૈભવની બહેનને તેની ઘરે સોંપી દીધી હતી તેનો ખાર રાખી મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવ્યું. કોર્ટમાં કેસ થતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા બંને પક્ષોની રજુઆત કરી હતી.

ફરિયાદ પક્ષે કુલ ૨૨ સાહેદો અને કુલ ૪૦ દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધાર રાખેલ અને રજુઆત કરેલ કે ગુજરનારની ફરિયાદ છે જે ફરિયાદ આપ્યા બાદ મરણ ગયેલ હોય જેથી ગુજરનારનું ડાઈંગ ડેકલેરેશન ગણાય જે મુજબ ગુજરનારની ફરિયાદ તેમજ ફરિયાદમાં ત્રણ આરોપીના નામ છે અને સાયોગીક પુરાવાઓ જોતા સજા કરવાની રજુઆત કરેલી. સેશન્સ અદાલતે ફરિયાદીની અને ડોકટરનો પુરાવો તેમજ તપાસનીશ અધિકારીની જુબાની માનીને ત્રણ આરોપીઓને સાઅપરાધ મનુષ્યવધ અને અપહરણના ગુનામાં સાબિત માનેલા અને ત્રણેય આરોપીઓને સાઅપરાધ મનુષ્યવધના ગુનામાં પાંચ વર્ષ અને અપહરણના ગુનામાં દસ વર્ષની સજા કરેલી જયારે છ શખ્સોને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ઉપરોકત સજાના કુકમ સામે ત્રણેય ખારોપીઓ એ હાઈકોર્ટ માં અપીલ દાખલ કરી જામીન મેળવવા અરજી કરેલ અને રજુઆત કરેલ કે નામદાર સેશન્સ અદાલતના હુકમ માં હતી જબ્રાય છે, અને સાપરાધ મનુષ્યવધના ગુનામાં ઓછી સજા અને અપહરકૂના ગુનામાં પુરેપુરી સજા કરેલ છે જે કોન્ટરરી છે અને જયારે નામદાર અદાલત માં અપહરણ સાબીત તુ હોય તેવું માનતા હોય તો સાઅપરાધ મનુષ્યવધ માં સજા ઈ શકે નહી. ઉપરોકત દલીલો તેમજ નામદાર અદાલતનુ રેકર્ડ તા સાહેદોની જુબાની તેમજ ચુકાદાઓને ધ્યાનમાં લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ ના જસ્ટીસ પરેશભાઈ ઉપાધ્યાયે પ્રમ હીયરીગ માં જ ત્રણેય આરોપીઓ ને અપીલના કામે જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. વૈભવભાઈ ઉર્ફે વીભાભાઈ હકાભાઈ મુંધવા, વેજાભાઈ ઉર્ફે દુધો વશરામભાઈ ગમારા અને ગોપાલ ઉર્ફે વીપુલભાઈ વસતાભાઈ ગમારા ત્રણેય આરોપીઓ વતી અમદાવાદના એડવોકેટ આશીષભાઈ ઢગલી તા રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કીરીયા જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષલભાઈ શાહ, વીજયભાઈ વ્યાસ અને રાજેન્દ્રભાઈ જોશી રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.