Abtak Media Google News

૧૮૭૨ બોટલ દારૂ, વાહન અને મોબાઇલ મળી રૂ.૯ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ- ચોટીલા ધોરી માર્ગ પર આવેલા બોરીયમ નેસ ગથામ નજીક આઇસર ગાડીમાંથી સ્થાનિક પલીસે વિદેશી દારૂની ૧૮૭૨ બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી પોલીસે દારૂ, આઇ,સર અને ચાર મોબાઇલ મળી રૂ. ૯ લાખનો મુદામલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ નાની મોલડી પોલીસ સ્ટેશનના રવિભાઈ મેરૂભાઈ ને ચોક્કસ બાતમી મળી હતી કે આઇસર ગાડી મા દારૂનો જથ્થો ભરી ચોટીલા થી રાજકોટ તરફ જય રહ્યો  છે જેથી નાની મોલડી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ તેમજ સ્ટાફ સાથે બોરીયાનેસ ગામ પાસે વોચ ગોઠવી આ ટ્રક ઝડપી પાડયો હતો. જ્યારે આઇસર માં તપાસ કરતા વેસ્ટ પ્લાસ્ટીકના કટ્ટાની આડમાં છુપાવી દારૂ-બીયર ના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા હતા જેમાં અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૮૭૨, ૪ મોબાઈલ સાથે કુલ મળી ૯ લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.