Abtak Media Google News

આર.આર.સેલે શરાબ અન વાહન મળી રૂ.૩૪.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: બેની ધરપકડ

વિરમગામ હાઈવે રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટલના પાર્કીગ માં ઉભી રહેલી આઇસર ની આર.આર.સેલ અમદાવાદ ની ટીમ દ્વારા બાતમીના આધારે તલાશી લેતા રૂ. ૨૪,૬૨,૪૦૦/- ની કિંમતનો ૫૪૦ પેટી વિદેશી દારૂનો જથ્થા સાથે કુલ રૂ.૩૪,૮૮,૮૮૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

કેસરીસિંહ ભાટી, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓએ અમદાવાદ રેન્જમાં ડી.જી.પી. તરફથી મળેલ સુચના મુજબ પ્રૌહીં ડ્રાઇવ અંગેની કામગીરી કરવા અને અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્ય માં આવતા વિદેશી દારૂની પ્રવૃતિને સદંતર ડામી દેવા આર,આર.સેલ ના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ઙજઈં એ.જે.અસારીનાઓએ પોતાના બાતમીદારો સક્રિય કરી માહિતી એકત્રિત કરેલ તેના ફળસ્વરૂપે તેમાંના મળેલ બાતમી આધારે તેઓ તથા સાથેનાં, અજઈં હરીશચંતસિંહ, હે.કો. અજયસિંહ તથા પો.કો. સુધિરકુમારનાઓએ અમદાવાદ-વિરમગામ હાઇવે ઉપર વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદની ગુરુકૃપા હોટલના પાર્કિંગ માંથી અશોક લેલન વાહનમાં ઘઉંના કોથળીઓની આડમાં લઈ જવાતો ૫૪૦ પેટી વિદેશી દારૂના મોટો જથ્થો સાથે કુલ રૂ.૩૪, ૮૮,૮૮૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો

વિદેશી દારૂની અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરવા મથતા બુટલેગરોએ ઘઉંના કોથળા ની આડમાં વિદેશી દારૂ લાવવા પ્રયાસ કર્યો હતો.

વિદેશી દારૂનો જથ્થો લાવનાર અશોક લેલનનો ડ્રાઈવર પપ્પા રામ ઉર્ફે પપ્પુ સ/ઓ છોગારામ બિશ્નોઈ, રહે. રાજસ્થાનની અટક કરી આ જથ્થો મોકલનાર/મંગાવનાર ગુનેગારોને ઝબ્બે કરી મુખ્ય સૂત્રધાર સુધી પહોચવા આ અંગેની તપાસ આર.આર.સેલે હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.