Abtak Media Google News

તમામ સિવિલ સર્વિસ માટે એક પરીક્ષા લેવા નીતિ આયોગનું સુચન

નીતિ આયોગે સિવિલ સર્વિસીસમાં ઉપલી વયમર્યાદા જે ૩૦ રાખવામાં આવી હતી તે ઘટાડીને ૨૭ કરવામાં આવી છે જે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ૨૦૨૨ સુધી લાગુ પડશે. તમામ પ્રકારની સિવિલ સર્વિસીસ માટે ઈન્ટીગ્રેટેડ એકઝામ પણ લેવામાં આવશે. નીતિ આયોગે કહ્યું કે, સિવિલ સર્વિસીસમાં સામાન્ય વર્ગોના ઉમેદવારો માટે માત્ર એક જ પરીક્ષા લેવામાં આવશે. તમામ યોજનાઓમાં ભરતી માટે કેન્દ્ર ટેલેન્ટ આધારિત રિક્રુટમેન્ટ કરશે.

નીતિ આયોગના રિપોર્ટ સ્ટ્રેટેજી ફોર ન્યુ ઈન્ડિયામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું કે, સિવિલ સર્વિસીસની સમાનતા માટે તેની વયમર્યાદામાં ઘટાડો કરવાની આવશ્યકતા છે. જણાવી દઈએ કે, વર્તમાન સમયમાં કેન્દ્ર અને રાજયોમાં ૬૦ થી વધુ વિવિધ પ્રકારની સિવિલ સર્વિસો
ઉપલબ્ધ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સિવિલ સર્વિસમાં ભરતી માટે ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર ૨૫ અને વધુમાં વધુ ૩૫ વર્ષ હોવી જરૂરી હતી જેને હવે ૨૭ કરી દેવામાં આવી છે. જેથી હવે અધિકારીઓની ભરતી માટે ઉમેદવારોને તેના શિક્ષણ અને સ્કીલ ઉપર સિલેકશન કરવામાં આવશે અને તેની આવડત મુજબ પોષ્ટીંગ પણ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.