Abtak Media Google News

બનાવ પગલે લોકોના ટોેળેટોળા રોડ પર ઉતરીજતા પોલીસ દોડતી થઈ

લોકોના રોષના લીધે પોલીસે સઘન કોમ્બિંગ હાથ ધરી ચાર સામે ગુનો નોંધ્યો

પોરબંદરના સુભાષ નગર વિસ્તારમાં રહેતા ત્રાણ તરુણો ગઈકાલે  બપોરે ત્રાણેક વાગ્યે ચોપાટી ખાતે ફરવા ગયા હતા, ત્યારે સુભાષનગર વિસ્તારનો જ   પવન ગોપાલ ચામડીયા તથા અન્ય ત્રાણ શખ્સો પણ ત્યાં હતા અને તેની મશ્કરી કરી હતી. અને ત્યારબાદ અમારી સામે શા માટે જુઓ છો ? કહી ત્રાણેય પર   છરી અને હાથમાં પહેરેલ કડા વડે હુમલો કર્યો હતો અને આડેધડ  ઘુસતા માર્યા હતા. આથી તરુણો ત્યાંથી ચાલ્યા ગયા હતા, ત્યારબાદ ઘરે જઈને વાત કરતા પરિવારજનો તથા આસપાસના લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો હતો અને લોકોના ટોળા એકત્રા થવા લાગ્યા હતા. જેમાં 2000 થી વધુ લોકો પવન ના ઘરે પાસે એકત્રા થઇ ગયા હતા અને પવન આવે તો પૂરો કરી નાખવો છે તેમ જણાવતા હતા. આથી આ અંગે પોલીસ ને જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી.

પરંતુ લોકોનો રોષ તીવ્ર હતો. આથી હાર્બર મરીન ઉપરાંત કમલાબાગ, ઉદ્યોગનગર, એલ.સી.બી.  તેમજ એસ.ઓ.ળ. અને કીતર્મિંદિર પોલીસ તેમજ બગવદર પોલીસ પણ દોડી ગઈ હતી અને વજ્ર વાન પણ મંગાવી લેવામાં આવી હતી. પોલીસે આ વિસ્તારમાં સૌથી વધુ નવી બંદર ખારવા સમાજના લોકો વસવાટ કરતા હોવાથી ટોળાનો રોષ શાંત કરવા તેના આગેવાનો ઉપરાંત પોરબંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ પવનભાઈ શિયાળ અને અન્ય આગેવાનોને પણ બોલાવ્યા હતા અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને પવન સામે પોલીસ ફરિયાદ નોંધવાની ખાતરી આપી હતી. જો કે મોડી રાત સુધી લોકોનો રોષ યથાવત હતો, એટલે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધયુઁ હતું

્ર સીટી ડી.વાય.એસ.પી. નીલમ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ચોપાટીના બનાવ અનુસંધાને આક્રોશના કારણે લોકોનું ટોળું એકત્રા થયું, જે અંગે જાણ થતા તુરંત પોલીસ દોડી ગઈ હતી. આગેવાનો અને પોલીસની સમજાવટથી ટોળું વિખેરાઈ ગયું છે અને જેના કારણે લોકોમાં રોષ છે, તે લીસ્ટેડ બુટલેગર છે તેની સામે  ઘણા બધા ગુન્હા નોંધાયા છે. ત્યારે હાલના બનાવમાં પણ ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

સુભાષનગરના કાજેશ્વર મંદિર પાછળ રહેતા અને માછીમારીનો ધંધો કરતા મેહુલ રામળ વઢિયા નામના રર વર્ષીય યુવાને એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે,ગઈકાલે બપોરે મેહુલ ઉપરાંત તેના કુટુંબી ભાઈ આર્યન લક્ષમણ વઢિયા અને પ્રદીપ ભીખુ વઢિયા એમ ત્રાણે વ્યિક્તતઓ સુભાષનગર ખાતેથી બપોરે ર વાગ્યે બાઈકમાં ચોપાટીએ ગયા હતા તથા ગાંધી મેમોરીયલના પાછળના ભાગે રેતીમાં બેઠા હતા, ત્યારે સાડા ત્રાણ વાગ્યે સુભાષનગરમાં રહેતા પવન ગોપાલ ચામડીયા તથા તેના ત્રાણ મિત્રા ધ્રુવ, દિવ્યેશ તથા તનુજ ચાવડાએ ત્યાં આવીને મેહુલ વગેરેની મશ્કરી કરી ગાળો બોલવા લાગ્યા હતા અને તમારે અહી ચોપાટીએ બેસવું નહી કહીને ગાળો બોલવા લાગ્યા હતા પવને આર્યનને જાપટ મારી હતી આથી જાપટ નહી મારવાનું કહેતા ઉશ્કેરાયેલા ચારે શખ્સો ત્રાણેય યુવાનોને માર મારવા લાગ્યા હતા,

પવને છરી કાઢીને ધમકી આપી હતી તથા મેહુલના ખિસ્સામાંથી 800 રૂપિયા બળજબરીથી કાઢી લીધા હતા અને હત્યાની ધમકી આપી હતી. એ દરમિયાન મેહુલના મિત્રાો જયેશ ગોવિદ, રાજેશ ગોપાલ, પ્રભાત કાનળ અને મોહન કાનળ આવી પહોંચતા પવન અને તેની સાથે આવેલા શખ્સો ત્યાંથી નાસી ગયા હતા, ત્યારબાદ આ યુવાનો ઘરે જવા માટે નીકળતા બસ સ્ટેશન પાસેના કુવારા નળક પહોચ્યા ત્યારે પવન અને ધ્રુવ બુલેટ બાઈકમાં તથા દિવ્યેશ અને તનુજ બીજા બાઈકમાં આવી પહોંચ્યા હતા અને મેહુલ તથા તેમના ભાઈઓને બાઈક સાઈડમાં રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ તેઓ ફરી ત્યાં ઝપાઝપી કરવા લાગ્યા હતા. આથી લોકોના ટોળા એકત્રા થઇ જતા તેથી પવન અને તેના મિત્રાો ત્યાંથી નાસી ગયા હતા અને ત્યારબાદ પોલીસ મથક ખાતે આવીને મેહુલએ તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.