Abtak Media Google News

ટંકારાની લાઇફ લીંકસ શાળામાં સંચાલક સહિત ચાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. જે બાબતે આજે ટંકારા પોલીસ દ્વારા શાળાના સંચાલક સહિત પાંચની સામે એસ્ટ્રોસિટી કલમ લગાવીને માર મારવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં લાઇફ લીંક વિદ્યાલયના સંચાલક જયંતિભાઇ બારૈયા સહિતના પાંચ શિક્ષકોને લોકઅપમાં ધકેલી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે.

આ બનાવમાં ટંકારાની લાઈફ લિંકસ વિધાલયના સંચાલક સહીત પાંચ શિક્ષકોએ શાળામાં ફટાકડા ફોડવા જેવી બાબતને લઈને ત્રણ વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પાટીદાર સમાજના વિદ્યાર્થી સહિત અન્ય સમાજના વિદ્યાર્થીને માર મરાતા એક પરિવારે શાળા સંચાલક તેમજ અન્ય પાંચ શિક્ષક વિરુદ્ધ એસ્ટ્રોસીટીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.

ટંકારાથી જામનગર રોડ પર આવેલી લાઈફ લિંકસ વિધાલયના છાત્ર ચિરાગ જગદીશભાઈ પારીયાને તેની શાળામા ફટાકડા ફોડવા બાબતે શાળાના શિક્ષક જગદીશ ગઢીયાએ પટા વડે માર મારી શાળા સંચાલક જયંતિ બારૈયાની ઓફીસમાં બોલાવી સર્ટીફીકેટ પકડાવી કાઢી મુકાયો હતો. આ ઉપરાંત સુભાષ ધેટીયા, અંકિત રૈયાણી, કલ્પેશ કોટડીયાએ ફડાકા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના અનુસંધાને આજે ટંકારા પોલીસે લાઈફ લિંક્સ વિદ્યાલયના સંચાલક સહિત પંચની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.