Abtak Media Google News

વર્ષ-૨૦૧૮-૧૯ માટે તા.૧ થી તા.૩૦ જુન-૨૦૧૮ દરમિયાન અમરેલી જિલ્‍લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્‍છુક ખેડૂતોએ ઇન્‍ટરનેટના માધ્‍યમથી https:ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ફળપાકોમાં વાવેતર અને ટીસ્‍યુકલ્‍ચર ખારેકના વાવેતર ઘટકોમાં સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે.

અરજી માટે જરૂરી સાધનિક પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ-અમરેલીના સરનામે મોકલી આપવાની રહેશે. અરજી કરવા માટે  https:ikhedut.gujarat.gov.inનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદાર ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ (ફરજિયાત), બેંક પાસબુક નકલ, મોબાઇલ નંબર સહિતના દસ્‍તાવેજો સહિતના પુરાવાઓ સાથે રાખવાના રહેશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી-અમરેલીની (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ માં જણાવવામાં આવ્‍યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.