સાયબર ક્રાઈમથી બચવા અજાણે થતી આ 5 સામાન્ય ભૂલો ટાળવી જરૂરી !!

વધતાં જતા ડિજિટલ સેવાઓના વ્યાપ વચ્ચે “સાયબર સુરક્ષા”  એક મોટો પ્રશ્ન

ઈન્ટરનેટના ઉપયોગ દરમિયાન અજાણ્યે થતી સામાન્ય એવી ભુલો જ મોટી મુશ્કેલી સર્જી શકે છે !!

વિશ્વની બદલતી જતી યાંત્રિક, સામાજિક અને આર્થિક વ્યવસ્થામાં દિવસે-દિવસે સોશિયલ મીડિયાને ડિઝીટાઈઝેશનના પ્રભાવ વધવામાં છે તેવા સંજોગોમાં હવે સાયબર સલામતિને પણ હવે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. આજે દરેક ક્ષેત્રમાં સાયબર સર્વિસીસનો ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે સુરક્ષા, ગોપનિયતા અને સાર્વજનિક વાઈફાઈ કનેકશનનો ઉપયોગ માટે સજાગ થવાનો સમય આવી ગયો છે. ઈન્ટરનેટના ઉપયોગમાં વીડિયો કોલથી લઈ વર્ચ્યુઅલ ઈવેન્ટ સુધીના વિના સંપર્કમાં ચુકવણાઓ ઓનલાઈન શોપિંગ અને ખરીદી અત્યારે વ્યાપક ધોરણે થઈ છે. કોરોના કટોકટી બાદ ઓનલાઈન બિઝનેશ વધુ વ્યાપક બન્યો છે. તેવા સંજોગોમાં જોખમો પણ વધ્યા છે અને નવી વ્યવસ્થા વધુ વ્યાપક બની છે. ત્યારે ડિજીટલ વિશ્ર્વમાં જે જોખમો ઉભા થયા છે તેને માત્ર સમજવા જ નહીં પણ તેનાથી કેમ બચી શકાય ? વ્યક્તિગત એન વ્યવસાયીક ડેટાને સુરક્ષીત કરવા માટે શું કરવું જોઈએ એ વિષે વિચારવું જોઈએ.ઈન્ટરનેટના ઉપયોગમાં ભલે તમે નિષ્ણાંત અને કાબા ગણાતા હોય તો પણ તમારાથી કેટલીક ભુલો તો થતી જ હશે. દરેકને આ પાંચ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ ન કરવો: ડિજીટલાઈઝેશનના આ યુગમાં ડેટા ખરી સંપતિ બની ગઈ છે. વ્યક્તિગત માહિતી સાયબર માફીયાઓ માટે ખુબ કિંમતી ગણાય છે. કારણ કે તે જાહેરાત અને માર્કેટીંગમાં ડેટા બ્રોકરને વેંચી શકાય છે. કોઈપણ પ્રાઈવેટ નેટવર્ક માટે ડેટાનો દુરુપયોગ કરીને કર્મચારીઓ અને વ્યવસાયકારો વચ્ચે લીંક પ્રદાન કરે છે. વીપીએમ વર્ચ્યુઅલ આવી માહિતીને સાયબર ક્રિમીનલની પહોંચથી દૂર રાખવામાં મદદ કરે છે.

સાર્વજનિક વાઈફાઈનો ઉપયોગ કરવો: નોનટર્ન લાઈફલોક ડિજીટલવેલનેસ રિપોર્ટ મુજબ ૩૪% લોકોએ ઈન્ટરનેટ યુઝ કરવા સાર્વજનિક વાઈફાઈ અને અસુરક્ષીત ઈન્ટરનેટનો ઉપયોગ કરવાથી ધ-બ્રોકર અને હેકરનું કામ આસાન બનાવી દીધું છે. તેથી સુરક્ષા માટે હંમેશા વાયરલેસ કનેકશનનો જ ઉપયોગ કરવો.

કનેકટેડ ડીવાઈસેસને રેઢુ મુકી દેવું જોખમી: ઈન્ટરનેટથી જોડાયેલા સાધનો જેવા કે ઈસ્ટ્રીમીંગ સુરક્ષા કેમેરા, લાઈટ બલ્બ અને સ્માર્ટ હોમ પ્રોડકટ, કોમ્પ્યુટર જે ડેટા સાચવે છે તેવા ઉપકરણોને રેઢા ન મુકવા, તેને રાવટરર્સ અને સાયબર હેકર્સ નબળી સુરક્ષાનો લાભ લઈ ડેટા ચોરી શકે છે. આથી ઈન્ટરનેટથી કનેકટેડ તમામ ઉપકરણોની યોગ્ય રીતે લોક સેટ કરીને રાખવા રેઢા જરાય ન મુકવા.

સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી પ્રત્યે બેદરકારી દાખવવી જોખમી: સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી પ્રત્યેની બેદરકારીથી માફિયાગીરી, વ્યક્તિગત ડેટાની ચોરી અને સ્થાનનું જાહેરમાં પ્રસારણ કરવું જોખમી છે. વ્યક્તિગત માહિતી માટેની રિકવેસ્ટથી સજાગ રહી કાયદેસરના સરનામાથી આવતા ન હોય તેવા તમામ મેલને ડીલીટ કરી નાખવા, શેર કરવામાં આવતા ડેટા વિશે પણ સતર્ક રહેવું. લોકડાઉન દરમિયાન કેવાયસી ફોર્ડની સંખ્યામાં વધારો થયો હતો. લેબમાં તમામ ચોરાયેલા ડેટા હોવાથી એકવાર તમારી માહિતી હાથમાંથી સરકી ગયા બાદ તેમાંથી શોધી શકાતી નથી.

સુરક્ષીત અને ખાનગી સેટીંગના અપડેટ ન કરવા: ઈન્ટરનેટ વાપરનારા લોકો માટે સુરક્ષીત ખાનગી સેટીંગ જાળવવા જરૂરી છે. ફિશીંગ ઈમેલને આપણે મામુલી સમજીએ છે પણ તેનાથક્ષ મોટા જોખમો આવી શકે છે. તેનાથી કોમ્પ્યુટર પર એટેક થઈ શકે છે. તેથી સુરક્ષા અને ખાનગી માહિતીનું શેટિંગ સમજદારીથી કરવું. પાસવર્ડ મેનેજર, અધિકૃત એપ્લીકેશન, દરરોજના ડેટા સુરક્ષીત રાખવા માટે સજાગ રહો.ઈન્ટરનેટ ક્ષેત્રે ૨૦૧૯ ડેટા ચોરીનું વર્ષ બની ગયું હતું. ૪૫૭૦ લોકો આ સુરક્ષા વધુ સંગીન બનાવવાનો મત ધરાવે છે. સાયબર સિક્યુરીટી દરેક માટે અનિવાર્ય બની છે.