Abtak Media Google News

રેલવે સ્ટેશને ૧૦૦ દર્દીઓની તપાસ: એક પોઝિટિવ

જામનગરમાં કોરોનાને નાથવા મહારાષ્ટ્રવાળી કરવી પડે તેવી સ્થિતિ ન આવે એટલે તંત્ર જાગ્યું છે અને રેલવે સ્ટેશને મુસાફરોનું ચેકીંગ શરૂ કર્યું છે. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે રેલ્વે સ્ટેશન પર બહાર ગામથી આવ્યા મુફાસરોના કોરોના ટેસ્ટ કરાતા એકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા તેને સારવાર માટે હોસ્પિટલે ખારેડાર્યા છે.

સમગ્ર દેશભરમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો છે, અને કોરોના સંક્રમણ ખૂબ જ વધતું જાય છે. ત્યારે જામનગર શહેરમાં બહારથી આવતા મુસાફરોના કોવિડ ટેસ્ટની પણ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. જે જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર મુંબઈ -ઓખા પેસેન્જર ટ્રેન  મુંબઈ થી જામનગર આવી પહોંચી ત્યારે તેમાંથી જામનગર ઉતરનારા મુસાફરના કોવિડ ટેસ્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  જામનગરના બેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ગાંધીનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જ ઉતરનારા ૧૦૦થી વધુ મુસાફરો નું થર્મલ ગનથી પરીક્ષણ કર્યા પછી જો કોઇને તાવ જણાય તો તેઓના રેપિડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં એક મુસાફર નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જેથી તેને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યો છે, અને સારવાર શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત તેના સંપર્કમાં આવેલા અન્ય કેટલાંક મુસાફરોને હોમ આઈશોલેશનમાં મુકી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.