Abtak Media Google News

જન જનના હૃદયમાં ધર્મ વૃદ્ધિ કરાવવાના માંગલિક ભાવો સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનું કોલકત્તાના પારસધામમાં ભવ્યાતિ ભવ્ય પદાર્પણ

સંત સતીજીઓના સાધનાધામ એવા માતૃશ્રી અમૃતબેન ભગવાનજીભાઈ અવલાણી આરાધનાલયનું ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું

દિવ્યલોકની દિવ્યતા જાણે ધરા પર ઉતરી હોય એવી અદભુત શોભાયાત્રાએ કોલકાત્તાના રાજમાર્ગોને ગુંજ્વ્યા

જેના નામ સ્મરણથી હજારો ભાવિકોની સવારનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમના એક વચન માત્રથી અનેક અનેક આત્માઓ પોતાના જીવનને સન્માર્ગે વાળી રહ્યાં છે, ને જેની દ્રષ્ટિ માત્ર અનેક આત્માઓનું કલ્યાણ કરી રહી છે, એવાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનો કોલકાતાના પારસધામમાં જ્ઞાનગંગામય ચાતુર્માસ કલ્પ મંગલ પ્રવેશ થતાં કોલકાત્તાના હજારો ભાવિકોના હૃદય આનંદ-ઉલ્લાસથી થનગની ઉઠ્યા હતાં. કોલકાત્તાવાસીઓની ૧૦ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ ચાતુર્માસ પધારેલા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૩૮ સંત-સતીજીઓના કોલકાતાના ભાવિકોએ મન મૂકીને સ્વાગત વધામણા કર્યા હતાં. પૂજ્ય ગુરુ ભગવંતના ચાતુર્માસ પ્રવેશને આવકારતી આયોજિત કરવામાં આવેલી શોભાયાત્રા, ભવ્યતા અને દિવ્યતાનો એક અદભૂત નજારો અંકિત કરી ગઈ હતી.

અનન્ય ગુરુભક્ત હર્ષદભાઈ અજમેરાના નિવાસસ્થાન ’રામેશ્વરા’ ખાતે ગુરુ પુષ્ય નક્ષત્રના અનન્ય યોગ અને અષાઢી બીજના શુભદિને રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રીના બ્રહ્મનાદે ઉવસગ્ગહરં સ્તોત્ર જપ સાધના અને વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથે આ અદભુત શોભાયાત્રા પ્રારંભ કરવામાં આવી હતી. નાની બાલિકાએ મસ્તકે ધારણ કરેલા મંગલ કુંભના શુકન અને અર્હમ યુવા સેવા ગ્રુપની સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે આગળ વધતી આ શોભાયાત્રા જિનશાસનના ગૌરવવંતા ધ્વજને લહેરાવતી જયકારનો ગગનભેદી ગુંજારવ પ્રસરાવી સૌને અહોભાવિત કરી ગઈ હતી. વિશેષમાં ભક્તિ અભિવ્યક્ત કરવા આ શોભાયાત્રામાં લુક એન્ડ લર્નના બાળકો તેમજ દીદીઓએ અદભુત કલા કૌશલ્યથી રચેલું સમવશરણ સહુના મુખેથી આફરીન પોકારી ગઈ હતી. ઈન્દ્ર ઈન્દ્રાણીની વેશભૂષામાં સજ્જ થઈને સમવશરણ માટે કરવા કરવામાં આવેલી ભૂમિ શુદ્ધિ, પુષ્પવૃષ્ટિ અને માનવ સમવશરણની રચના જાણે દિવ્યલોકની દિવ્યતાની અનુભૂતિ કરાવી ગઈ હતી. આ સાથે મસ્ત કે કળશ ધારણ કરીને બહેનોએ કરેલી નૃત્ય પ્રસ્તુતિ, અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા પ્રભુ કથિત સાધુની ૩૧ ઉપમાઓની કલાત્મક પ્રસ્તુતિ અને ગુરુ ભગવંતને અર્પણ કરવામાં આવેલી પ્રદક્ષિણા વંદનાની અલૌકિકતા સર્વના હૃદય પર છવાઈ ગઈ હતી.

To-Hear-The-Words-Of-Saints-Listen-To-The-Ears-But-Listen-To-Silence-Pujya-Namrmuni-M-Sa
to-hear-the-words-of-saints-listen-to-the-ears-but-listen-to-silence-pujya-namrmuni-m-sa

પૂજ્ય ગુરૂદેવની પારસધામમાં મંગલ પધરામણી થતા જ અર્હમ યુવા સેવા ગ્રુપના યુવકો દ્વારા નૃત્ય ગાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુદેવ આદિ સંત-સતીજીઓના ચાતુર્માસ પ્રવેશની અનુમોદના કરવા આ અવસરે શ્રમણ સંઘના પૂજ્ય મણિભદ્રમુનિજી મ.સા., પૂજ્ય સ્વાતીજી મ., પૂજ્ય શ્રી દર્શનાજી મ., આદિ વિશેષ ભાવો સાથે પારસધામ પધાર્યા હતા.

ગોંડલ સંપ્રદાયના આધ ગુરુ ભગવંતોના જયકાર બાદ આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવે બોધવચન ફરમાવતા કહ્યું હતું કે, સંતો પધારવાથી જીવનમાં ઘણું બધું બદલાઈ જતું હોય છે અને ક્યારેક બધું જ બદલાઈ જતું હોય છે. જ્યારે ઘણું બધું બદલાય છે ત્યારે પરમાત્માના વંશ બની જવાય છે અને જ્યારે બધું જ બદલાય છે ત્યારે પરમાત્મા સમાન બની જવાય છે. આ અવસરે પારસધામ સંઘના સમગ્ર ચાતુર્માસ કલ્પના સંઘપતિ તરીકે પ્રદીપભાઈ બેલાવાલાને ઘોષિત કરવામાં આવતા પારસધામ સંઘ, કામાણી સંઘ, હાવડા સંઘ, લીલવા સંઘ, ટોલીગંજ સંઘ આદિ સમસ્તના સંઘ પદાધિકારીઓના હસ્તે ગૌરવવંતી પાઘડી પહેરાવીને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સાથે જ, સમગ્ર ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુ ભગવંતના શ્રીમુખેથી પ્રગટ થનારી પ્રભુ કથિત આવશ્યકસૂત્રના પોથીગ્રંથની ઉછામણીનો અમૂલ્ય લાભ પ્રદીપભાઈ બેલાવાલા પરિવારે તરફથી લેવામાં આવ્યો હતો. પ્રદીપભાઈ બેલાવાલા પરિવારે અત્યંત અહોભાવપૂર્વક પૂજ્ય ગુરુ ભગવંતના કરકમલમાં પોથી અર્પણ કરી હતી.

To-Hear-The-Words-Of-Saints-Listen-To-The-Ears-But-Listen-To-Silence-Pujya-Namrmuni-M-Sa
to-hear-the-words-of-saints-listen-to-the-ears-but-listen-to-silence-pujya-namrmuni-m-sa
To-Hear-The-Words-Of-Saints-Listen-To-The-Ears-But-Listen-To-Silence-Pujya-Namrmuni-M-Sa
to-hear-the-words-of-saints-listen-to-the-ears-but-listen-to-silence-pujya-namrmuni-m-sa
To-Hear-The-Words-Of-Saints-Listen-To-The-Ears-But-Listen-To-Silence-Pujya-Namrmuni-M-Sa
to-hear-the-words-of-saints-listen-to-the-ears-but-listen-to-silence-pujya-namrmuni-m-sa

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યે તા. ૧૪-૦૭-૨૦૧૯ ના દિને આચોજિત કરવામાં આવેલાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત દેશ-વિદેશના હજારો ગુરુ ભૠતો આ અવસરે કોલકાતાના આંગણે નૃત્ય, ગાન, નાટિકા અને વિધવિધ કલાત્મકતા સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના ચરણ કમળમાં ગુરુભક્તો સમર્પણભાવની ભવ્યતાપૂર્વક અર્પણતા કરશે. ગુરુ ચરણમાં સર્વસ્વ સમર્પિત કરીને જીવનને ધન્ય બનાવવાના આ અવસરમાં સર્વ ભાવિકોને સવારના ૦૮.૩૦ કલાકે નઝરૂલ મંચ, સધર્ન એવેન્યુ, સધર્ન પાર્ક, ધાકુરિયાં, કોલકાત્તા ખાતે પધારવા પારસધામ સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.