Abtak Media Google News

સેકેટરી ડો. પિયુષ ઉનડકટ સહિત ઇન્ડિયન મેડિકલ એશો. રાજકોટની નવી ટીમની શપથ વિધી યોજાઇ: તબીબો માટે જ્ઞાનવર્ધક સેમિનારો સાથે સમાજમાં જાગૃતિ માટે અનેક કાર્યક્રમો હાથ ધરાશે: ‘અબતક’ને આપી વિશેષ વિગતો

સમાજને તંદુરસ્ત રાખવા સતત પ્રયત્નશીલ રહેતા તબીબો ખુદ તણાવના કારણેઅનેક રોગનો ભોગ બનતા હોવાનું જોવા મળતું હોય, તબીબો ખુદ પોતાની તબીયત પ્રત્યે સભાન બને અને સ્વસ્થ સમાજ માટે તબીબો રોલ મોડેલ બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સાથે સાથે અકસ્માત નિવારણ સહિત સ્વસ્થ સમાજની રચના માટે સમાજને જાગૃત કરવા આ વર્ષે ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટની ટીમ કાર્યરત રહેશે એમ આઇ.એમ.એ. રાજકોટના નવા વરાયેલા ડો. હીરેન કોઠારીએ અબતકને જણાવ્યું છે કે તેમણે તબીબોના જ્ઞાનમાં વૃઘ્ધિ સાથે સમાજના રોગ પ્રત્યે જાગૃતિ લાવવાના ગુજરાત આઇ.એમ.એ. ના પ્રયાસોમાં રાજકોટ આઇ.એમ.એ.ની ટીમ સઁપૂર્ણ સહકાર આપશે એમ જણાવી રાજકોટના તબીબી વર્તુળને સમાજ ઉપયોગી યજ્ઞમાં જોડાવા અપીલ કરી છે.

ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટ ના નવા વર્ષના પ્રમુખ તરીકે રાજકોટના જાણીતા ઓથોપેડીક સર્જન ડો. હિરેન કોઠારીની વરણી કરવામાં આવી છે. તેમણે પ્રમુદપદના શપથ લેતા રાજકોટની તબીબી આલમને સમાજ માટે સમય દાન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક અભ્યાસ મુજબ સરેરાશ માનવી કરતા તબીબોની સરેરાશ ઉમર ઓછી જોવા મળી છે. તબીબો સતત સમાજને તંદુરસ્ત રાખવા માટે ચિંતિત રહેતા હોય ખુદની તબીયત પ્રત્યે ઘ્યાન રાખી શકતા નથી હોતા. તબીબી વ્યવસાય સેવા સાથે જોડાયેલો હોય અને લોકોના જીવન મરણ સાથે સંકળાયેલ હોય તબીબો સતત તાણ હેઠળ કામ  કરતા જોવા મળે છે. આવા સમયે આજે નાની ઉમરના તબીબો અનેક રોગનો ભોગ બનતા જોવા મળે છે. એ જ રીતે વર્તમાન જીવન શૈલીના કારણે સમાજમાં પણ બી.પી. ડાયાબીટીસ, ડિપ્રેશન, અસ્થમા વગેરે ગંભીર રોગનું પ્રમાણ વઘ્યું હોવાનું જોઇ શકાય છે. આવા સમયે તબીબો ખુદની તબીયત પ્રત્યે જાગૃત બને અને સમાજ માટે પણ રોલ મોડલ બને એવા પ્રયાસો અમે હાથ ધરીશું. તબીબો પોતાની જીવનશૈલી સમાજ માટે દાખલા રુપ બનાવે એ અમારી નેમ છે જેમાં રાજકોટના તમામ તબીબોનો સાથ સહકાર મળશે લોકોને જાગૃત કરવા વિવિધ લોક જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. સમાજના વિવિધ સંગઠનોનો આગેવાનોનો સાથ સહકાર લઇ અમો જાહેર પ્રવચનો, રેલીઓ, પોસ્ટર, પેમ્પલેટ વિતરણ વગેરે દ્વારા  લોકોને સરળજીવન શૈલી અપનાવી તંદુરસ્ત રહેવા જાગૃત કરશું. તેમના જણાવ્યા પ્રમાણે લોકજાગૃતિના કાર્યક્રમોની શરુઆત આગામી તા.૮ એપ્રિલના રોજ આઇ.એમ.એ. ના મેમ્બર્સ માટે બ્રહ્માકુમારીના શિવાની દીદીનો ફીલીગ ઇઝ હિલીંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૧પ૦૦ થી વધુ તબીબો ભાગ લેવાના છે. રજીસ્ટ્રેશન ફુલ થઇ ગયું છે. તંદુરસ્ત તબીબ તંદુરસ્ત સમાજની રચનામાં વધુ સારી રીતે પ્રોત્સાહન પુરુ પાડી શકાશે.

ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના ૨૦૧૮-૧૯ ના હોદેદારો તરીકે ડો. હીરેન ડો. પિયુષ ઉનડકટ-સેક્રેટરી, ઉપપ્રમુખ ડો. જય ધીરવાણી અને ડો. પારસ શાહ, જોઇન્ટ સેક્રેટરી તરીકે ડો. જયેશ ડોબરીયા અને ડો. તેજસ કરમટા, ડો. મયંક ઠકકર ટ્રેઝરર, ડો. રુકેશ ઘોડાસરા જોઇન્ટ ટ્રેઝરર, ડો. ચેતન લાલસેતા- પ્રેસીડન્ટ ઇલેકટ, ડો. અમીત અગ્રાવત, એડીટરની વરણી કરવમાં આવી હતી. એકઝીકયુટીવ કમીટી તરીકે ડો. બીના ત્રિવેદી, ડો. મમતા લીંબાસીયા, ડો. ગૌરવી ધ્રુવ, ડો. સુખદેવ ચંદારાણા, ડો. હેતલ વડેરા, ડો. એમ.સી.ચાવડા, ડો. મનીષા પટેલ, ડો. વ્રીન્દા અગ્રાવત, ડો. વિમલ સરાડવા, ડો. ભાવેશ વૈશ્ર્નાણી, ડો. દીપા ગોંડલીયા, ડો. દુષ્યંત ગોંડલીયા, ડો. પરીન કંટેસરીયા, ડો. સંદીત પટેલ, ડો. ચિંતન દલવાડી, ડો. પ્રતીન બુઘ્ધદેવ, ડો. નિરવ પીપળીયા, ડો. મૌલીક કોરવાડીયા, કો. ઓપ્ટ મેમ્બર્સ તરીકે ડો. જીતેન્દ્ર પટેલ, ડો. રાજન રામાણી, ડો. ગૌતમ માકડીયા, ડો. નિરવ મોદી, ડો. આત્મન કથીરીયા, ડો. સંજય ટીલાળાની વરણી કરવામાં આવી છે. એડીટરીયલ બોર્ડમાં ડાે. સેજુલ અંતાળા, ડો. મનસુખ રંગાણી, ડો. નિલેશ જાડેજા, ડો. ચિંતન ધોળકીયા, ડો. અજય રાજયગુરુની વરણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.