Abtak Media Google News

આજકાલ દરેક મહિલા તેમની ફિટનેસને લઇને ખૂબ નવા-નવા ઉપાયો અજમાવે છે અને કેટલીક મહિલા તો ફેટ ઓછુ કરવા માટે દવાઓનો પણ સહારો લે છે. જે દવાઓમાં બહુ સાઇડઇફેક્ટ હોય છે જેને કારણે સ્વાસ્થ્યમાં પણ હાની પહોંચે છે.

– જો તમે સારુ ફિગરની સાથે ફીટ રહેવા ઇચ્છો છો તો આ એક્સરસાઇઝ કરવાથી તમને માનસિક અને શારીરીક‚પથી સ્વસ્થ રહેવા મદદરૂપ બનશે. જે આ પ્રમાણે છે.

૧- સ્વિમિંગ – સ્વિમિંગ એ સૌથી સરસ એક્સરસાઇઝ છે જે તમને ફિટ રહેવાની સાથે તમારા આખા શરીરને તનાવમુક્ત બનાવવામાં સહાયરૂપ બને છે.

૨- સાઇડ પ્લૈંક :

સાઇડ પ્લૈંકએ એવી એક્સરસાઇઝ છે જે કરવાથી શરીરના દરેક અંગો એકબીજાથી ખેચાવ ઉત્પન્ન કરે છે. તેનાથી ખભા, છાતી અને પેટની માંસપેશીઓને પણ મજબુત બનાવે છે અને ફેટ ઓછુ કરવામાં મદદરૂપ બને છે.

૩- પુશઅપ :

બોડીને શેપમાં લાવા માટે આ એક્સરસાઇઝ જરૂર કરવી જોઇએ જે ખભા અને છાતીને મજબુત બનાવવા મદદરૂપ બને છે.

૪- નૌકાસન :

સામાન્ય રીતે મહિલાના પેટ, કમર પર વધારે ફેટ જમા થઇ જાય છે. આથી નૌકાસન એક્સરાઇઝ મહિલાઓ માટે ખુબ સરસ છે અને આ આસાન બેસીને  કરાય છે તેમજ આ આસનને સતત કરવાથી ધીમે-ધીમે પેટના ચારે બાજુના ભાગમાં ફેટ દૂર કરવામાં સહાય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.