Abtak Media Google News

માનવ સભ્યોહ સંસ્કૃતિ ના વિકાસ અને અસ્તિત્વ મા સામાજિક વ્યવસ્થા અને ખાસ કરીને લગ્ન પ્રથા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે, માણસ જ્યારે આદિમાનવ માંથી સભ્યતા માં પ્રવેશ્યો ત્યારે સૌપ્રથમ તેમાં કુટુંબભાવના અને સામાજિક વ્યવસ્થા નાપાયા જીવનસાથીની પસંદગી ની સમજ, અને અધિકાર નો ઉદય થયો હતો, લગ્ન વ્યવસ્થા જ સુસંસ્કૃત સભ્યતા નાઆદર્શ આકાર માટે અનિવાર્ય બની છે ,સંસાર રથના બે પૈડાં માં પુરુષ અને મહિલા ને સરખો દરજ્જો આપવામાં આવ્યો છે.

ધર્મ સંસ્કૃતિ માં પણ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા આવકાર્ય માનવામાં આવી છે, પરંતુ સામાજિક દરજ્જો અને અધિકારો મહિલાના ભાગે વધુ રાખવામાં આવ્યા છે, મહિલાને જગતજનની નું રૂપ માનવામાં આવી છે માનવજાતની આગેકૂચ માનવ સમાજનું અસ્તિત્વ અને સમાજવ્યવસ્થા મહિલાઓને આધીન રહી છે, ત્યારે હક અધિકાર માં કેટલાક માપદંડો અસંતુલન ઉભા કરનારા રાખ્યા છે, મહિલાઓ સામે સહનકરવું ભોગઆપવો અસ્તિત્વ સાથે અને ઇચ્છાઓ સાથે બાંધછોડ કરવાની એક “સૌચી સમજી સાજીશ” જેવી પરિસ્થિતિ ઊભી કરી છે ,

લગ્ન સંબંધ અને ઘરની જવાબદારીમાં પણ મહિલાઓ માટે ભોગ આપવાનો અને જવાબદારીનો ભાર વધુ મુકવાની વ્યવસ્થાને આદર્શ સામાજિક વ્યવસ્થાસમગ્ર સમાજ મહિલાઓને જગતજનની માને છે પણ શોષણ કરવાની એક પણ તક જતી કરતો નથી, સ્ત્રી ,નારી સન્માન ને લાંછનરૂપ અનેક જોગવાઇઓ માં બળાત્કારના મામલામાં જો ત્રાહિત મહિલા હોય તો બળજબરી કરનાર પર બળાત્કારનો ગુનો લાગે પરંતુ કોઈ પતિએ પત્નીની ઇચ્છા ન હોય અને બળજબરીપૂર્વક ના સંબંધો નું બળાત્કાર કર્યો હોયડ્ઢ તો આવા પતિને બળાત્કારી ન ગણવાની હિમાયત કરવામાં આવે છે, એટલે એનો મતલબ એ થાય કે મહિલા કોઈ ની ધર્મ પત્ની બને એટલે તેના ઉપર પતિના અત્યાચાર સહન કરવાનો ધર્મ આવી પડે,  અખંડિતતા પ્રજનનની પસન્દગીનો અધિકાર અને સ્વતંત્રતાના અધિકાર દરેકને મળ્યા હોય તો પત્નીને કેમ નહીં? બંધારણમાં સ્ત્રી કે પત્નીને તેની ઈચ્છા દર્શાવવાનો અધિકાર અને રક્ષણ મળ્યું છે,

ત્યારે દુષ્કર્મ મામલે પત્ની અને દીકરી વચ્ચે નો ભેદભાવ ખરેખર તો નારી સન્માન ને લાંછનરૂપ ગણી શકાય બંધારણીય રીતે ગેર બંધારણ સંમતિ વિના સંબંધોને કોઈપણ રીતે કાયદેસરના ન ગણવા જોઈએ ,કોઈ પણ પુરુષ લગ્ન કરે એટલે પત્ની પર કોઈપણ સંજોગોમાં બળજબરી ના અધિકાર ન જ મેળવી શકે ,સમાજ માટે ખરેખર જો નારી સન્માન નું ગૌરવ જાલવવું હોય તો દીકરી બહેન માતા ની જેમ જ પત્નીના હક અને દરજ્જા નું સન્માન કરતા શીખવું પડશે ત્યારે સ્ત્રીના નારી સન્માન અંગે આપણો સમાજ ગૌરવ લઇ શકશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.