Abtak Media Google News

લેટેસ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ; બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટના મવડી રોડ પર બાપાસીતારામ ચોક પાસે જે.કે. પ્રિન્ટર્સ કે જે છેલ્લા ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી હવે નવા દ્રષ્ટિકોણ, લેટેસ્ટ ટેકનોલોજી, આધુનિકતા તેમજ ગ્રાહકોને હજુ પણ વિશેષ સર્વીસ પૂરી પાડી શકે તે હેતુસર વધુ એક જે.કે. પ્રિન્ટર્સની નવી ઓફીસનું ઉદઘાટન ગઈકાલના રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ જે કે પ્રિન્ટર્સ તેમજના ગ્રાહકોને વિવિધ સર્વીસ જેવી કે કેટલોગ, બ્લોસર, લોગો ડિઝાઈન, વિઝિટીંગ કાર્ડ, વગેરે કરી આપવામાં આવશે. આ શુભ પ્રસંગે બહોળી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન જે કે પ્રિન્ટર્સના ઓનર ભેવાશભાઈ સાકરીયાએ જણાવ્યું હતુ કે અને છેલ્લા ૧૨ વર્ષથી ગ્રાહકોને કવોલીટી સર્વીસ પૂરી પાડીએ છીએ હજુ પણ વધુ સર્વીસ આપી શકીએ તે હેતુથી નવી ઓફીસનું ઉદઘાટન કર્યું છે.

Vlcsnap 2019 10 07 11H49M48S974

અમારા શુભ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી તેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે તથા ઘણા બધા માનવંતા મહેમાનો અમારા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. અમે આજે આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ કે ગ્રાહકોને અમારા પ્રત્યેનો સાથ સહકાર અતુટ પ્રેમ અને વિશ્ર્વાસ થકી અમે આજે આ સ્થળ પર પહોચ્યા છીએ તે બદલ ગ્રાહકોને ખૂબ ખૂબ આભાર વ્યકત કરૂ છું અમે ગ્રાહકોને કેટલોગ, બ્લોસર, વીઝીટીંગ કાર્ડ, બ્રાન્ડીંગને લગતુ બધુ કામ અમે પૂરૂ પાડીએ છીએ.

અમારી વિશેષતા એ છે કે અમે કવોલીટી સર્વીસ પૂરી પાડીએ છીએ તે અમારૂ કમીટમેન્ટ છે અમારો ટાઈમ પરર્ફેકટ હોય છે. અમે ટાઈમ લીમીટમાં અમે ડીઝાઈનમાં ક્રિએટીવ વર્ક હોય છે. અમારા ગ્રાહકો અમારા કામથીખૂશ હોય છે અમે તેમનો રિવ્યુ પણ લઈ છે અને તેઓને અમારૂ કામ પસંદ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.