Abtak Media Google News

પેટ્રોલ, ડિઝલ, સીએનજી, એલપીજી અને પાણી વિતરણ કરતા વાહનોને 11:30 થી 3:30 દરમિયાન જાહેરનામાંથી મુક્તિ

માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધીના 150 ફુટ રીંગ રોડ પર બપોરે બે થી સાંડના પાંચ વાગ્યા સુધી માલ વાહક વાહનોને અવર જવર માટે છુટ

શાકભાજી, ફુટ અને દુધની હેરાફેરી કરતા તમામ વાહનને જાહેરનામું લાગુ નહીં પડે

શહેરમાં વાહનો અને વસ્તીના થયેલા વધારાના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની છે ત્યારે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા નાના અને ભારે માલ વાહક વાહનોના પ્રવેશ પ્રતિબંધ લાગુ કરતું જાહેરનામું બહાર પાડયું છે. જીવન જરુરીયાતની ચિજ વસ્તુ લાવવા અને લઇ જવામાં મુશ્કેલી ન થાય તે અંગે બપોરના સમયમાં છુટછાટ આપવામાં આવી છે. તેમજ શાકભાજી, ફુટ અને દુધની હેરાફેરી કરતા વાહનોને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર્પોરેશન વિસ્તારમાં ભારે વાહનોને સવારના છ થી સાંજના 9 વાગ્યા સુધી માલની હેરાફેરી કરતા તમામ વાહનોને પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવી છે. રેસકોર્ષ રીંગ રોડ પર સવારના પાંચ થી રાત્રે બાર વાગ્યા સુધી ભારે અને નાના માલ વાહક વાહનો અવર જવર કરી નહી શકે, નાના માલ વાહકો (લાઇટ કોમર્શિયલ વ્હકલ) માટે બપોરે એક થી સાંજના પાંચ વાગ્યા સુધી જાહેરનામાથી મુક્તિ આપવામાં આવી છે. માધાપર ચોકથી પુનિતનગર પાણીના ટાંકા સુધી 150 ફુટ રીંગ રોડ પર સવારે આઠ થી બપોરે બે અને સાંજના પાંચ થી રાત્રના નવ વાગ્યા સુધી ભારે અને નાના માલ વાહક વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી અને પાણીનું વિતરણ કરતા વાહનોને 11-30 થી બપોરના 3-30 સુધી જાહેરનામું લાગુ નહી પડે બપોરના સમય દરમિયાન વિતરણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે,  પરંતુ શાકભાજી, ફુટ અને દુધનું વિતરણ કરતા તમામ પ્રકારના વાહનોને જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગુરુકુળ રેલવે ફાટક થી આનંદ બંગલા ચોક થઇ વિનોદ બેકરીવાળા ચોક  તથા ઉતર તરફ આવેલા મણીનગર, પંડિત ઉમાકાંત ઉદ્યોગિક વસાહતમાં ભારે અને નાના માલ વાહક વાહનોને બપોરના એક થી બપોરના ચાર વાગ્યા સુધી અવર જવર પર છુટ આપવામાં આવી છે.

ગોંડલ ચોકડી થી ગોંડલ રોડ પરના જુના જકાત નાકા સુધીના ગેરેજ વિસ્તાર હોવાથી તમામ પ્રકારના વાહનોની અવર જવર કરી શકશે, આ રીતે ભક્તિનગર રેલવે સર્કલથી ગોંડલ રોડ જુના જકાત નાકા સુધીના માર્ગ પર બપોરના એક થી સાંજના ચાર વાગ્યા સુધી નાના માલ વાહનોને પ્રવેશ પ્રતિબંધમાંથી મુકિત આપવામાં આવી છે. આજી ડેમ ચોકડીથી અમુલ સર્કલ, ચંપકભાઇ બ્રીજ થઇ સોરઠીયાવાડી સર્કલ પરના માલ વાહક વાહનોને 24 કલાક માટે પ્રવેશ પ્રતિબંધ લાગુ પડશે ત્રણ ટનથી ઓછી કેપીસીટીના વાહનોને જાહેરનામું લાગુ નહી પડે તેમ જણાવ્યું છે.

ગોંડલ ચોકડીથી જામનગર તરફ જવા માટે માલ વાહક વાહનોને પુનિતનગર પાણીના ટાંકા પાસેતી વાવડી રોડ થઇ નવા રીંગ રોડ કટારીયા ચોકડી થઇ ઘંટેશ્ર્વર થઇને જામનગર રોડ પર આવી શકશે તેમજ જઇ શકશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.