Abtak Media Google News

નાણાકીય ખાદ્ય ૫.૫ ટકાએ પહોંચે તેવી વકી : બજેટના અંદાજ કરતા ૫૪ ટકા વધુ ભંડોળ કરાશે એકત્ર

મહામારીના કારણે કેન્દ્રીય બજેટમાં સરકારે મુકેલો અંદાજીત હિસાબ બગડે તેવી સ્થિતિ છે. અર્થતંત્રમાં માંદગીના કારણે મોટા પ્રમાણમાં નાણાકીય ભંડોળની જરૂરીયાત ઉભી થઈ છે. પરિણામે સરકાર હવે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં બજારમાંથી યેનકેન પ્રકારે રૂ .૧૨ લાખ કરોડ ઉપાડશે. અગાઉ બજેટ સમયે સરકારે બજારમાંથી ૭.૮૦ લાખ કરોડ ઉપાડવાની તૈયારી રાખી હતી. પરંતુ હવે મહામારીના કારણે ગણતરી બગડી હોય તેવો ઘાટ રચાયો છે. હવે રૂ .૧૨ લાખ કરોડ બજારમાંથી એકઠા કરાશે. સરકાર બે વર્ષથી ૪૦ વર્ષ સુધીની અવધી ધરાવતા બોન્ડ બજારમાં મુકશે. આ બોન્ડ મારફતે બેંકો પાસેથી નાણા ભંડોળ મળી રહેશે. આ ઉપરાંત કપરી સ્થિતિમાં બેંકોમાં પડેલો કેસ રિઝર્વ રેશિયો પણ મહત્વનું માધ્યમ બની જશે.

બજારમાંથી મોટા પ્રમાણમાં રૂપિયા એકત્ર કરવાની પેરવીથી નાણાકીય ખાદ્યમાં પણ તોતીંગ ઉછાળો આવે તેવી દહેશત આર્થિક નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. અગાઉ બજેટ સમયે ૨૦૨૦-૨૧માં નાણાકીય ખાદ્ય ૩.૫ ટકા રહેશે તેવી ધારણા હતી. પરંતુ હવે આ ખાદ્ય વધીને ૫.૫ ટકાએ પહોંચી જશે. જીએસટી સહિતના કરવેરાથી સરકારને થતી આવકમાં મસમોટુ ગાબડુ પડે તેવી સંભાવનાઓ વચ્ચે નાણાકીય ખાદ્યને જાળવી રાખવો પણ મોટો પ્રશ્ર્ન છે. કોરોના વાયરસના કારણે અર્થતંત્રની માઠી અસર થઈ છે. સરકાર બજારમાંથી તબક્કાવાર નાણા ઉપાડવા જઈ રહી છે. અત્યાર સુધીમાં રૂ.૧.૦૬ લાખ કરોડ તો બજારમાંથી ઢસડી લીધા છે.

આગામી સમયમાં નાણાકીય ખાદ્ય વધશે જે ભવિષ્યમાં સરકાર માટે મોટો પડકાર બની જશે. સરકારની કુલ આવક અને ખર્ચના તફાવતને રાજકોષીય ખાદ્ય કહેવામાં આવે છે. આ રકમના તફાવત પરથી ભવિષ્યમાં કેટલા નાણા ઉધાર લેવાની જરૂ ર પડશે તેનો અંદાજ લગાવી શકાય છે. તાજેતરમાં નાણાકીય ખાદ્ય અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસે ચિંતા વ્યકત કરી હતી. ત્યારબાદ હવે મહામારીના સમયમાં બજારમાંથી પૈસા ઉપાડવાની જરૂર ઉભી થઈ છે. જો સરકાર વધુ પ્રમાણમાં નાણા છાંપે તો ફૂગાવો વધી શકે તેવી દહેશત હોય છે. ફૂગાવો વધે નહીં અને પુરતા પ્રમાણમાં નાણા જળવાઈ રહે તે માટે સરકારે નટ ચાલની ફરજ સરકારને પડશે.

વર્તમાન સમયે દેશમાં મોટાભાગના આર્થિક વ્યવહારો ઉપર લગામ કસાઈ ગઈ છે. ઉદ્યોગો પૂરી રફતારથી ધમધમી રહ્યાં નથી. જીએસટી સહિતના કરવેરાની આવક ઘટી છે. સરકાર ખર્ચનું ગાડુ ગબડાવવા બજારમાંથી યેનકેન પ્રકારે નાણા એકઠા કરવા પ્રયાસ કરી રહી છે. ટેકસથી જીડીપી રેસીયો પણ જાળવવો જરૂરી છે. ખર્ચમાં કાપ મૂકવાની આવશ્યકતા છે.

સરકાર દ્વારા મહેસુલી આવક અને ખર્ચ વત્તે સુક્ષગત તાળા મેળ માટે ઊધારીનું પ્રમાણ વધારવાનુ નકકી કર્યુ છે. ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન ઘરેલું ચીજવસ્તુઓની ઉધારીની મર્યાદા ૭.૮૦ લાખ કરોડની જગ્યાએ ૧૨ લાખ કરોડ રૂપિયા વર્ષ ૨૦-૨૧ માટે અંદાજવામાં આવ્યા છે.

કોરોના કટોકટી અને આર્થિક મંદીને લઇને આ માપદંડ અને મર્યાદાઓ વધારવી જરૂ રી હોવાનુ નાણામંત્રીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું. આ સાથે સાથે સરકાર સાપ્તાહિક ઊધારીનું પ્રમાણ કામીમાર્ચથી ૨૧ હજાર કરોડથી વધારે ૩૦ હજાર કરોડ સુધીનુ સુચવવામાં આવ્યુ છે.નાંણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજ પત્રમાં સ્થાનિક ઘરેલુ ચીજવસ્તુઓની ઊધારીમાં ૭.૧ લાખની ૨૦૧૯-૨૦ની મર્યાદા વધારીને ૭.૮ લાખ કરોડ સુચવી છે.

સરકાર ઊધારીની આ મર્યાદા વધારીને નાંણાકીય તરલતા વધારવાનુ લક્ષ્ય રાખી રહી છે અને ૩.૫%નું વૃધ્ધિ દરનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. કોરોના લોકડાઉનના કારણે ચાલી રહેલી વૈશ્ર્વિકમંદીમાં ભારતની વિશાળ સ્થાનિક મુડી બજારમાં વ્યવહવારૂ  તરલતા જળવાઇ રહે અને નાંણાભીડની ખેંચના કારણે મૂડી બજારની પ્રવૃતિઓ સ્થાગિત ન થઇ જાય તે માટે નાંણામંત્રાલયે આ સાહસિક પગલુ અખતીયાર કર્યુ છે સરકારે ૨૦૨૦-૨૧નાં નાણાકીય વર્ષમાં ઊધાર ધિરાણનો વ્યાય વપારીને ૪.૨ લાખ કરોડથી ૧૨ લાખ કરોડ રૂ સુધી કરવાનુ નકકી કર્યુ છે. મહેસુલી આવક અને ખર્ચ વચ્ચે સુસંગત તાલમેળ માટે સરકાર ઊધારીનુ પ્રમાણ ૪.૨ લાખ કરોડથી વધારીને ૧૨ લાખ કરોડ કર્યાનું સરકાર જાહેર કર્યુ છે.

  • દર અઠવાડિયે ૩૦ હજાર કરોડના બોન્ડની હરરાજી થશે

સરકાર બજારમાંથી ૧૨ લાખ કરોડ એકઠા કરવા તબક્કાવાર બોન્ડની હરરાજી કરશે. ૧૧ મે થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ૨૦ અઠવાડિયામાં દર અઠવાડિયે રૂ.૩૦ હજાર કરોડની હરરાજી થશે. આ બોન્ડની સમય મર્યાદા બે વર્ષથી ૪૦ વર્ષ સુધીની રહેશે. અત્યાર સુધીમાં સરકારે આવી રીતે રૂ ૧.૬ લાખ કરોડ એકઠા કર્યા છે. તાજેતરમાં સરકારે ૧૦ વર્ષની મર્યાદાના નવા બોન્ડની જાહેરાત પણ કરી હતી. આ બોન્ડમાં ૫.૭૯ ટકાનો વાર્ષિક વ્યાજ મળી શકે છે તેવી ધારણા હતી. આગામી ૨૦ અઠવાડિયા દરમિયાન વિવિધ પેઢીઓ, બેંકો, આરબીઆઈ પાસેથી અમુક ટકા વ્યાજ મેળવવા માટે બોન્ડ ખરીદશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.