Abtak Media Google News

તમાકુ ઉત્પાદનના ઉપયોગથી ૧૦૦ જાતના કેન્સર થાય: વર્તમાન સમયમાં મોટાભાગના કેન્સરના દર્દીઓ આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગના હોય છે

આજરોજ તા.૩૧ મે ના રોજ વર્લ્ડનો ટોબેકો ડેની ઉજવણી વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે.અને દર વર્ષે ચર્ચાનો વિષય પણ આ સંસ્થા દ્વારા નકકી થાય છે.તમાકું ઉત્પાદનો ઉપર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ ૧૫ મે, ૧૯૮૭ના વિશ્ર્વ આરોગ્ય સંસ્થામાં પાસ કરવામાં આવ્યો હતો.

અને વિશ્ર્વમાં ૭ એપ્રીલ ૧૯૮૮ના દિવસે વર્લ્ડ નો સ્મોકીંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર પછી વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ૩૧ મે ના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ની ઉજવણી કરવા નિર્ધારીત કર્યું છે. જે અનુસાર આજના દિવસે આ સંસ્થા દ્વારા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના આદેશ પ્રમાણે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ખાવા તેમજ સ્મોકીંગમાં કરવામાં આવે છે. જેમકે સીગરેટ, બીડી, ટુથ પેસ્ટ, પાઈપ્સ, ગુટકા, વોટર પાઈપ્સ હેન્ડ રોલીંગ ટોબેકો, બજર તેમજ અન્ય રીતે થાય છે.

ટોબેકો, ઉત્પાદનોના ઉપયોગથી અનેક પ્રકારની ગંભીર બિમારીઓ આપણા શરીરમાં થાય છે.જેમ કે ફેંફસાનો કેન્સર, માથાનો દુખાવો, મોઢાનો કેન્સર, હૃદયરોગનો હુમલો હાર્ટ કોનીક ડિસીસ હાર્ટ સ્ટોકર્સ મળી લભગ ૧૦૦ જાતન કેન્સર તમાકું ઉત્પાદનના ઉપયોગ થાય છે.

હાલમાં વિશ્ર્વમાં ૧.૩ મીલીયન લોકો તમાકુનો સેવન કરે છે. જેમાંથી ૧૦ લોકો તમાકું ઉત્પાદનથી મૃત્યુ પામે છે. આગામી સમય ૨૦૨૦ સુધીમાં સરકાર ૨૫% મૃત્યુનો દર ઘટાડવા માંગે છે. વર્લ્ડ નો ટોબેકો ડે ની ઉજવણીનો હેતુ લોકોમાં વિશાળ રીતે જાગૃતિ લાવવાનો છે.

વર્તમાન સમય મોટાભાગના કેન્સરના દર્દીઓ આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગનાં હોય છે. શિક્ષક રીતે પછાત વર્ગમાં મહિલાઓ પણ ગુટકા અને બજરનો ઉપયોગ કરે છે. ગરીબ વર્ગના લોકોમાં બીડીનું બંધાણ વધારે જોવા મળે છે.

આ અંગે ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી ડો. કમલ પરીખ ડો. ગુપ્તાએ વિસ્તૃત માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.