Abtak Media Google News

વિશ્ર્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજના દિવગંત બાવનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો.સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રિ.અ)ની આજે અંગ્રેજી તારીખ મુજબ ૧૦૪મી જન્મજયંતિ હોવાથી લાખો દિલોમાં ધબકતા આ સિતારાને વ્હોરા સમાજ આજે ગર્વભેર યાદ કરશે. ઈ.સ.૧૯૧૪માં દેહવિલય પામનારા માનવતાવાદી ડો. સૈયદના સાહેબએ એક ધર્માચાર્ય તરીકે વ્હોરા સમાજમાં વર્ષો સુધી એક એવી સેવા આપી જેના કારણે સમાજ તંદુરસ્ત બન્યો અને સાથોસાથ ગરીબ, બેરોજગારને પણ બળ મળ્યું તેમણે આરોગ્ય, શિક્ષણ, ધાર્મિકતા, ઈમાનદારી, રહેઠાણ જેવા માનવજીવનને સ્પર્શતા પ્રશ્ર્નો પણ ખાસ ધ્યાન આપ્યું. ખાસ કરીને તેમણે સમાજના લોકોને એક ટકનું વિનામૂલ્યે ભોજન મળી રહે તે યોજનાના અમલથી છેલ્લા છ વર્ષથી વિશ્વના અનેક દેશોના હજારો વ્હોરા પરિવારોને આજે પણ ઘર બેઠા તૈયાર ભોજન મળી રહ્યું છે. આવા માનવતાવાદી સંતની આજે જન્મજયંતિ પ્રસંગે લાખો વ્હોરા અનુયાયીઓ યાદ કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.