Abtak Media Google News

ત્રણ દિવસમાં અંદાજે 286 ફોર્મનો ઉપાડ : હજુ સુધી કોઈ નામાંકન ભરાયું નથી

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજરોજ 8મી નવેમ્બરે બપોરે 2.00 વાગ્યા સુધીની સ્થિતિમાં આશરે 76 ફોર્મ ઉપડ્યા હોવાનું જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જો કે એકપણ નામાંકન ફોર્મ હજુ સુધી ભરાઈને આવ્યું નથી.

Advertisement

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાની આઠ વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.આજે 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે 08 ઉમેદવારી ફોર્મ, 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે  03 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે 10 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે 03 ફોર્મ, 72-જસદણ વિધાનસભા બેઠક માટે  21 ફોર્મ, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે 11 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે 15 ફોર્મ, 75-ધોરાજી વિધાનસભા બેઠક માટે  05  ફોર્મ એમ કુલ મળીને 76 ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્રની યાદીમાં જણાવાયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી એકપણ નામાંકન ફોર્મ ભરાઈને આવેલું નથી.

ગઈકાલે  68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે 26 ઉમેદવારી ફોર્મ, 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 18 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે 27 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે 10 ફોર્મ, 72-જસદણ વિધાનસભા બેઠક માટે 14 ફોર્મ, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે 20 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે 21 ફોર્મ, 75-ધોરાજી વિધાનસભા બેઠક માટે 06 ફોર્મ મળીને 142 ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું હતું. જો કે ત્રણ  દિવસમાં આશરે 286 જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.