Abtak Media Google News

વેર અ હેટ ડે : જાણો ટોપીઓનો રસપ્રદ ઇતિહાસ

કોઈપણ પોશાકમાં ટોપી સુંદરતામાં વધારો કરે : મગજની ગાંઠો એક ગંભીર સમસ્યા છે : સમગ્ર વર્ષ દરમિયાન વેર અ હેટ ડે ની લોકપ્રિયતામાં વધારા સાથે જુનમાં ફૂલોના દિવસે તથા ક્રિસમસમાં પણ હેટ ડેનો સમાવેશ થાય છે

આજે વિશ્ર્વમાં ઘણા દેશોમાં મૂળભૂત બ્લેક ફેડોરા કે સિક્વન્સ અને પીછાઓથી શણગારેલી કેપ લોકો પહેરે છે : કેન્સર રિસર્ચ માટે ભંડોળ ભેગું કરવા માટે પણ આ દિવસનું મહત્વ છે

હેટ, કેપ કે ટોપી આદિકાળથી આપણા જીવન સાથે જોડાયેલી છે. કોટ,પેન્ટ, ટાઈ સાથે કેપ તમારા લુકને આકર્ષક બનાવે છે. આજે વિશ્વના ઘણા દેશોમાં બ્રેઈન ટ્યુમર – કેન્સર જાગૃતિ માટે વેર અ હેટ ડે ની ઉજવણી થઈ રહી છે. હોલીવુડ હોય કે બોલીવુડ હેટ હંમેશા તેની શાન રહી છે. અત્યારે ચાલી રહેલ ઉનાળામાં લોકો ગરમીથી બચવા માથા પર ટોપી પહેરે છે. આપણા દેશમાં ખાસ કરીને ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રમાં લોકોની શાન પાઘડી ગણાતી હતી. પાઘડી ઉપરથી તેની ઓળખાણ પણ થતી હતી. જીવનશૈલીના વિવિધ બદલાવે પાઘડી માંથી

ટોપીને પછી વિવિધ પ્રકારની કેપ કે હેટ આવવા લાગી હતી.  ફિલ્મ સ્તરોપં ફિલ્મોમાં કેપ પહેરતા હોવાથી યુવાધન તેનું અનુકરણ કરવા લાગ્યા, અને નીત નવી કેપ બજારમાં આવવા લાગી. ટોપીઓનો રસપ્રદ ઇતિહાસ છે, આજના લેખમાં તેની વિસ્તૃત માહિતી પ્રસ્તુત છે.

પહેલાના જમાનામાં પાઘડી જ લોકોની ઓળખ હતી. બારે ગાવે બોલી બદલાય તેમ લોકોની પાઘડી પણ બદલાતી હતી અવનવા વિવિધ કલરની પાઘડીઓ જે તે સમુદાયની ઓળખ હતી. એ જમાનામાં આધાર કાર્ડ, આઇકાર્ડ, રેશન કાર્ડ જેવું કશું જ હતું નહીં લોકો માત્ર પાઘડીના વાળ ઉપરથી જ જે તે લોકોને ઓળખતા હતા. દેશના દરેક રાજય વાઇઝ અલગ અલગ પહેરવેશની સાથે તેમની પાઘડી પણ તેની આગવી ઓળખ ઉભી કરતી હતી. લોકો માન, મોભો, શાન સાથે માથાના રક્ષણ માટે પાઘડી પહેરતા હતા. આજે પણ અમુક સંપ્રદાયના લોકોએ પરંપરા જાળવીને પાઘડી પહેરે છે. રાજા, રજવાડા અને લોકો સાથે ગરીબ,  તવંગરની પાઘડી તેનો સ્ટેટસ સિમ્બોલ હતો. દેશમાં એ જમાનામાં 370 થી વધુ પાઘડીના પ્રકોર હતા એ પૈકી 50 થી વધુ પાઘડીઓ તો આપણા સૌરાષ્ટ્રની શાન હતી. પાઘડીનો વાળ છેડે જેવી અનેક કહેવતો આજે પણ આપણાં ચલણમાં છે. પ્રાચિન ઇતિહાસ તપાસીએ તો ર7 થી 30 હજાર વર્ષોથી લોકો પાઘડી પહેરે છે. સૌરાષ્ટ્રની રસધારામાં તેમનું અનેરૂ મહત્વ હતું. લોકો રંગ-બેરંગી ફૂમકા વાળી પાઘડીઓ પહેરતાં, આપણાં ઘણા ગીતો કાવ્યો નવલકથામાં આ પાઘડી નું મહત્વ જોવા મળે છે.

એક જમાનો એવો હતો ત્યારે સંપ્રદાયની ઓખળ માત્ર પાઘડીથી થઇ જતી,  આપણાંમાં એક કહેવત છે કે બંધ બેસતી પાઘડી ના પહેરવી પણ હકિકત એ છે કે બંધ બેસતી જ પહેરવી નહિંતર લોકો વચ્ચે આપણે હાંસી પાત્ર બની જાય છે. આપણાંદેશમાં 370 થી વધુ પ્રકારની પાઘડી પહેરાતીહતી. જેમાં પ0 થી વધુ પાઘડી તો સૌરાષ્ટ્રની શાન હતી. પહેલાના જમાનામાં કોઇને પૂછવું નહોતું પડવું કે કયાંથી આવો છો માત્ર તેના પહેરવેશને પાઘડી ઉપરથી લોકોને તેની ઓળખ મળી જતી હતી. રાજનેતા હોય કે અભિનેતા, સભા હોય કે ફિલ્મ આ બધી જગ્યાએ પાઘડીનું મહત્વ છે. ઐતિહાસિક ફિલ્મોમાં આબેહુબ વાતાવરણ ખડું કરવા એ જમાનાની પાઘડી અને પહેરવેશ હતો. આપણાં દેશમાં પ્રવેશ બદલાય તેમ પાઘડી પણ બદલાતી જુના જમાનાના બહારવટીયા, ડાકુઓ કાળા કલરની પાઘડી પહેરતા હતા.

પ્રાચિન કાળથી લોકો પાઘડી રાજાઓ સાફા પહેરતા જોવા મળે છે. વિકસતા વિશ્ર્વે આજે અવનવી હેટ, કેપ, ટોપી વિગેરે સ્થાન લીધું છે. માથાનું આવરણ જે હવામાન, ટાઠ-તડકાથી માથાના રક્ષણ માટે પહેરવામાં આવતી કેપ કે ટોપી આજની ફેશન બની ગઇ છે. ફિલ્મ જગતમાં જાુની ફિલ્મનો વિલન અને હિરો પહેરતા વધુ જોવા મળે છે. દેવાનંદ અને ફિરોઝખાન જેવા અભિનેતા તેની ફિલ્મોમાં અવનવી  કેપ પહેરતા જોવા મળ્યા હતા. યુનિવર્સિટી સ્નાતક પદવી કાર્યક્રમમાં રક્ષણ માટે ધાર્મિક કારણોમાં અને ફેશનેબલ કારણે કેપ પહેરવામાં આવે છે. આ ટોપી ભૂતકાળમાં સામાજીક દરજજાની સુચક હતી. લશ્કરી કેપ રાષ્ટ્રીયતા દર્શાવે છે તો પોલીસ પણ કેપ પહેરે છે.

ટોપીનો ઇતિહાસ જોઇએ તો આજથી  30 હજાર વર્ષ પહેલા સુતરમાં વણાયેલી ટોપી પહેરલી સ્ત્રીને બતાવવામાં આવી છે. એ યુગ કાંસાની પહેરલી પહેરલી ટોપીના અવશેષો પણ જોવા મળતા હતા. ઇજિપ્તના થિબ્સની એક કબરના પેઇન્ટિંગમાં ટોપીનું ચિત્ર જોવા મળેલ હતું. ટોપીઓ સામાન્ય રીતે ઇજિપ્તમાં વધુ પહેરાતી હતી. ઘણા ઉચ્ચ વર્ગના લોકો મુંડન કર્યાબાદ માથુ ઠંડુ રાખવા પણ માથે કપડુ  વિટતા હતા. પ્રાચિન મેસોપોટેમીયન્સમાં શંકુઆકારની ટોપી કે ફૂલદાની આકારની ટોપી પહેરતા હતા. બાદમાં પ્રારંભિક ટોપીઓમાં પાઇલસનો સમાવેશ થાય છે. ખોપરીને ઢાંકતી સરળ ટોપી આવી હતી. ગ્રીસ અને રોમમાં ગુલામો પણ ટોપી પહેરતા હતા. ઘેંટાના ચામડામાંથી પણ ટોપી બનાવીને પહેરતા હતા.

મઘ્ય યુગમાં સ્ત્રીઓ માટે સરળ સ્કાર્ફથી ટોપી શરુ થઇ હતી. સામાજીક દરજજાની સાથે સાથે 16મી સદીના અંતમાં પુરૂષ દરબારીઓની જેમ સ્ત્રીઓ પણ સ્ટ્રકચર્ડ કેપ પહેરવા લાગી હતી. 18મી સદીમાં અલગ અલગ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ટોપીની શરૂઆત થઇ હતી. 19મી સદીના પહેલા ભાગમાં ટોપીઓમાં ઘણો બદલાવ આવતાં અવનવી ટોપી, હેટ, કેપ બજારમાં જોવા મળવા લાગી હતી. 1920ના મઘ્ય ભાગમાં સ્ત્રીઓ ટુંકા વાળ રાખતી હતી, તે વખતે કલરફૂલ ટોપી હેલ્મેટ જેવી ચલણમાં આવી હતી.

આદિકાળથી પાઘડી સંસ્કૃતિ પરંપરા આજના ફેશને બલ યુગમાં કલર ફૂલ હેટે સ્થાન લીધું છે. ક્રિકેટમાં પણ પહેલા ખાલી સ્પોર્ટસ કેપ હતી કે ખુલ્લા માથે ક્રિકેટરોમેચ રમતાં બાદમાં હેલમેટ અને કલર ફૂલ કેપ આવી હતી. આજે વિશ્ર્વમાં વિવિધ કેપ ઉત્પાદન કરતી ઘણી કંપનીઓછે જે લોકો માટે સ્પોર્ટસ માટે સાથે ઋતુ અનુસાર પહેરી શકાય તેવી ગરમ, સુતરાવની કેપ બનાવી રહી છે. લંડનના મ્યુઝિયમાં અત્યાર સુધીની તમામ કેપનો સંગ્રહ કરાયો છે. વિશ્ર્વભરમાં હેટ ની બોલબાલા રહી છે. હોલીવુડના જાણિતા સ્ટાર ગેગરીપેક, કલીન ઇસ્ટવુડ ખાસ પ્રકારનીકેપ પહેરતા જે એ જમાનાની ફેશન બની ગઇ હતી. ટોપી શૈલીઓની લાંબી સૂચિ છે.

ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં કાઉન્ટી કેપ અપાય છે. ક્રિકેટના ટી-ર0 વન-ડે અને ટેસ્ટ ત્રણેય ફોરમેટમાં મેચ પહેલાં જ બધા ક્રિકેટરોને કેપ અપાય છે. આજે 21મી સદીની ટોપીમાં ઘણો સુધારો જોવા મળે છે. આપણે માઠા પ્રસંગે સફેદ ટોપી પહેરીએ છીએ.

આપણા દેશમાં ગાંધી ટોપીની ફેશન છે. જો કે મોટે ભાગે રાજકારણી વધુ પહેરે છે. આવી જ રીતે કોરિયન કેપનો પણ એક જમાનામાં ક્રેઝ હતો. આપણા ઉતરાયણ પર્વે અવનવી રંગબેરંગી કેપ જોવા મળે છે જેમાં ચશ્મા, પંખો વિગેરે ફીટ હોય છે. નાના બાળકોની તો રંગીન ટોપી બજારમાં બહુ જ સરસ મળતી હોય છે. નાતાલ પર્વે સાન્ટા કલોઝની ટોપી તો જબ્બર ક્રેઝ જોવા મળે છે. 1918 થી 1921 આ ચાર વર્ષના સમય ગાળામાં ગાંધી ટોપી એ ક્રાંતિકારીઓ માટે ઓળખ બની ગઇ હતી. બ્રિટીશરોની કેપ સામે આપણી ગાંધી ટોપીએ દેશમાં લોક જુવાળ ઉભો કર્યો હતો. લોક સ્વરાજ માટે ગાંધી ટોપી એક ઓળખ બનીગઇ હતી.સૌરાષ્ટ્ર-કચ્છના બહારવટીયા કે એ જમાનાના ડાકુઓ ઘોડા ઉપર આવીને ગામડા લૂંટતા ત્યારે બધાએ કાળા કલરની માથે કપડાની ટોપી બનાવીને પહેરેલી જોવા મળતી હતી. રણ પ્રદેશોમાં ખાસ પ્રકારની કપડાની કેપ બનાવીને પહેરાય છે. પહેલાના જમાનામાં કોઇ માથુ  ઉઘાડું ન રાખતા બધા જ ટોપી પહેરતા હતા.

આ છે, કેટલીક જાણીતી ટોપી !

કેટલીક જાણીતી ટોપીમાં એસ્કોટ કેપ, બાલ મોરલ બોનેટ, બેઝ બોલ ટોપી, બીની, બિઅર સ્કિન, બેરેટ, બાયકોર્ન, બોલર, ડર્બી, બન્ટલ, ચુલો, ક્રિકેટ કેપ,  સોજબ્રેરો કોર્ડોબ્સ, શંકુ એશિયન કેપ, કુન્સકીન કસ્ટોડિયન હેલમેટ, ડીઅર્સલકર, ફેડોરા, ફેઝ, ફૂલાની ટોપી,સખત ટોપી કેફિહ, હીપ્યહ, ગુંથેલીકેપ ફૂફી, મીટર, મોન્ટેરા, પનામા, ફ્રિગિયન કેપ, સાન્ટા ટોપી, ટોક, ટ્રાઇકોર્ન, પાઘડી વિગેરે પ્રકારો જોવા મળે છે.

હોલીવુડ અને બોલીવુડની શાન છે હેટ

કાવબોય ટાઇપ અંગ્રેજી ફિલ્મોમાં ગેગરી પેક, કલીન ઇસ્ટવુડ જેવા વિવિધ કલાકારો એક ખાસ પ્રકારની કેટ પહેરતા, જે એ જમાનાની ફેશન હતી. આવી જ રીતે હિન્દી ફિલ્મોમાં વિલન કે ડાકુના ફિલ્મો સુનિલ દત્ત, વિનોદ ખન્ના જેવા કલાકારો વિવિધ હેટમાં જોવા મળતા હતા. દેવાનંદ, ફિરોઝખાન, મનોજકુમાર જેવા ઘણા કલાકારો પણ અવનવી કેપ સાથે ફિલ્મોમાં જોવા મળ્યા હતા. જો કે આપણે ત્યાં ગાંધી ટોપીની હમેંશા બોલબાલા રહી છે. મોટાભાગે  રાજકારણ સાથે જોડાયેલા લોકો આ વધુ પહેરતા જોવા મળે છે. આપણે ઠંડીમાં ગરમ ટોપી,  ઉનાળામાં સુતરાવ અને ચોમાસા રેઇનકોટની ફિકસ ટોપી પહેરીએ છીએ. આજના યુગના કલાકારો પણ અવનવી ફેશનબલ કેપ પહેરે છે. તો હિરોઇન પણ વિવિધ કલર ફૂલ કેપ પહેરીને ફેશનનો નવો ટ્રેન્ડ શરૂ કરેી છે. તીરજી ટોપી વાલે. બાબુ ભોલે ભાલે

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.