Abtak Media Google News

આઈસીએઆઈની ઓફીસીઅલ વેબસાઈટ પરથી અને પર્સનલ મેસેજ દ્વારા પણ વિદ્યાર્થીઓ તેમના પરિણામો જાણી શકશે

કંપની સેક્રેટરી સીએસ ફાઉન્ડેશનના પરિણામો જાહેર થયા બાદ હવે ચાટર્ડ એકાઉન્ટન્ટસ- સીએ ફાઈનલ અને સીપીટી એકઝામના પરિણામો આજે જાહેર થવાના છે. જે બપોર પછી જાહેર થશે તેવી શકયતા છે. ઘી ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની વેબસાઈટ પર જાહેર થયેલી માહિતી અનુસાર આઈસીએઆઈની ઓફિસીઅલ વેબસાઈટ પર બપોરે લગભગ બે વાગ્યે પરિણામો જાહેર થઈ જશે.

આ ઉપરાંત ઘી ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) પરિણામોની સાથે મેરિટ લીસ્ટ પણ બહાર પાડશે. આ મેરિટ લીસ્ટમાં એકઝામીનેશન કમિટી દ્વારા નકકી કરાયેલ માર્કસ મેળવતા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે એટલે કે મેરિટ લીસ્ટમાં જે વિદ્યાર્થીઓને સીએ-ફાઈનલ પરિક્ષામાં ઓછામાં ઓછા ૫૫ ટકા માર્કસ મેળવેલા છે અને ૫૦મા ક્રમની અંદર આવે છે તે વિદ્યાર્થીઓને મેરિટ લીસ્ટમાં સમાવાશે.

ઈન્સ્ટીટયુટના અહેવાલ અનુસાર, સીએ ફાઈનલ એકઝામીનેશનમાં આ વર્ષે કુલ ૧,૩૨,૦૦૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે સીએ-સીપીટી એટલે કે કોમન પ્રોફીસીઅન્સી ટેસ્ટમાં ૯૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ હતા. આ બંને પરિક્ષાઓ જુન-૨૦૧૭માં યોજાઈ હતી. જેના પરિણામો આજે બપોરે જાહેર થશે. પરિક્ષા માટે ૩૭૨ કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરાઈ હતી.

જણાવી દઈએ કે, ચાર્ટડ એકાઉન્ટન્ટસ એ એક પ્રોફેશનલ કોર્ષ છે. હોશિયાર વિદ્યાર્થીઓ માટે પણ આ પરીક્ષા કઠિન સાબિત થાય છે. ફાઈનલની પરીક્ષાના ૧,૩૨,૦૦૭ વિદ્યાર્થીઓનું સીએ તરીકે ભાવિ આજે બપોરે નકકી થશે.

પરિણામો ઈન્સ્ટીટયુટની ઓફીસીઅલ વેબસાઈટ  icaiexam.icai.org  પરથી જાણી શકાશે. આ ઉપરાંત, એસએમએસ દ્વારા પણ રીઝલ્ટ જાણી શકાશે. જે માટે વિદ્યાર્થીઓએ ૫૮૮૮૮ નંબર પર મેસેજ કરવાનો રહેશે. તેમાં પણ જો સીએ ફાઈનલનું પરીણામ જાણવું હોય તો  CAFNL < સ્પેસ >  છ આંકડાનો રોલ નંબર મેસેજમાં લખવાનો રહેશે અને જો સીએ સીપીટીનું રીઝલ્ટ જાણવું હોય તો  CACPT <સ્પેસ>સીપીટીનો છ આંકડાનો રોલ નંબર લખી ૫૮૮૮૮ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.