Abtak Media Google News

આઈ.એ.એફ.ની સ્થાપના 8 ઓકટોબર 1932ના યુનાઈટેડ કિંગડમની રોયલ એરફોર્સના સહાયક બળ તરીકે કરાઇ હતી

વિશ્ર્વની સૌથી મોટી ચોથા નંબરની એરફોર્સ આપણી છે જેનું નેતૃત્વ એર ચીફ માર્શલ કરે છે

Indian Air Force Day 2 આજે એરફોર્સ ડે 2021ની દેશમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. આજના દિવસે 1971ના યુધ્ધના નાયકોને શ્રધ્ધાંજલિ તરીકે યોજવામાં આવી રહી છે. આજની ઉજવણીમાં રાફેલ, તેજસ, જગુઆર, મિગ-29 અને મિરાજ 2000નો પણ ઉજવણીમાં સમાવેશ કરાયો છે.

ભારતીય વાયુસેના (આઈ.એ.એફ.) એ તેના 89માં સ્થાપના દિવસની ઉજવણી શરૂ કરી હતી. જયારે આ દળની સ્થાપના કરાય હતી. યુપીના ગાઝિયાબાદના હિન્ડન એરફોર્સ સ્ટેશન પર થઈ હતી. આઈ.એ.એફ.ની સ્થાપના 8 ઓકટોબરે 1932માં યુકેની રોયલ એરફોર્સનાં સહાયક બળ તરીકે કરવામાં આવી હતી પ્રારંભે આ યુનિટ રોયલ ઈન્ડિયન એરફોર્સ તરીકે ઓળખાતું હતુ.Indian Air Force Day 1

આઈ.એ.એફ.એ ભારતીય સશસ્ત્ર દળોની એરવિંગ છે અને વિશ્ર્વની સૌથી મોટી ચોથી એરફોર્સ છે. આ ફોર્સનું નેતૃત્વ એર ચીફ માર્શલ કરે છે અને દેશના રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના કમાન્ડર-ઈન-ચીફ હોય છે.

આજના દિવસે રાષ્ટ્રપતિએ યોધ્ધાઓ અને અન્ય અધિકારીઓને સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી હતી. આજના સ્થાપના દિવસનો ઉજવણીનો થીમ 1971ના યુધ્ધના નાયકોને શ્રધ્ધાંજલી તરીકેનો છે. આ યુધ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતુ. ભારતીય સૈન્યમાં આઈ.એ.એફ. એક નિર્ણાયક અંગ છે જે દેશ માટે યુધ્ધોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના દિવસને નભારતીય વાયુસેનાથ દિવસ તરીકે પણ ઓળખાય છે.

Indian Air Force Day 5 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસે આપણા વાયુવીરો અને તેમના પરિવારજનોને એરફોર્સ ડેની શુભેચ્છા પાઠવી છે. ભારત-પાકિસ્તાન યુધ્ધના 50 વર્ષ પુરા થયાના અવસરે ભારતીય વાયુસેનાના આ વર્ષને વિજય વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. આઝાદીના 75 વર્ષનાં અવસરે એરફોર્સ ડે પરેડમાં 75 જેટ્સ ભાગ લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.