Abtak Media Google News

નમો દેવી નમામી: નર્મદે સર્વદે

મહા સુદ સાતમ ને શનિવારે નર્મદા જયંતીના દિવસે કરીએ ઘરે ઘરે નર્મદા પૂજન આપણા ગુજરાતની જીવા દોરી એટલે કે મા નર્મદા અને તેનું ઋણ ચુકવવાનો અવસર એટલે મા નર્મદા જયંતી આમ તો કોઈ પણ મનુષ્ય માં નર્મદા નદીનું ઋણ ચૂકાવી શકે એમ જ નથી કારણ કે માં નર્મદા આપણા ગુજરાતવાસી ઓને દર વર્ષે એટલું જલ આપે છે કે જેના દ્વારા દરેક ગુજરાતીઓનું જીવન શક્ય છે જો માં નર્મદા ન હોત તો વિચારી ન શકાય તેવું દરેક ગુજરાતીઓનું જીવન ધોરણ ખરાબ પરિસ્થિતિમાં હોત આથી જ આ નર્મદા જયંતીના દિવસે ઘરે ઘરે માં નર્મદા નું પૂજન કરીએ અને માતા નર્મદા નદીના આશીર્વાદ મેળવ્યે

નર્મદા નદીની ઉત્પત્તિ વિશે પૌરાણિક માહિતી

માં નર્મદાની ઉત્પતિ એક વખતે મેખલ પર્વત ઉપર મહાદેવજી તપ કરી રહ્યા હતા ત્યારે મહાદેવજીના તપરૂપે પરસેવા માથી મા નર્મદા નદી ની ઉત્પતિ થઈ માં નર્મદાનો અર્થ જ થાય છે સુખ આપનાર માં નર્મદા નદીને મહાદેવજી નું વરદાન મળેલ છે કે નર્મદા નદીમાં જેટલા પથ્થર છે તે શિવ સ્વરૂપ ગણાય છે અને માતા નર્મદા નદી ગંગા સમાન પવિત્ર છે

રીતના કરો નર્મદા માતાજી નુ ઘરે બેઠા પૂજન:

પૂજન વિધિમાં સવારે વહેલા ઉઠી પોતાનો નિત્ય કર્મ કરે અને ત્યારબાદ એક બાજોટ અથવા પાટલો લેવો. તેની ઉપર સફેદ અથવા લાલ વસ્ત્ર પાથરવું ચોખાની ઢગલી ઉપર એક ત્રાંબાનો અથવા તો પિત્તળ નો કળશ અથવા લોટો રાખવો તેના ઉપર બાજુમાં દીવો અગરબત્તી કરવા કળશ નર્મદા જળ થી અથવા નર્મદા જળ ઘરમાં ન હોય તો ડંકી અથવા કુવાના પાણીથી કળશ ભરવો અંદર પાણી પધરાવતી વખતે ઓમ માં નર્મદા નમ: બોલતા જવું ત્યારબાદ તેમાં સોપારી પધરાવી અબીલ ગુલાલ કંકુ રૂપિયાનો સિક્કો પધરાવો આસોપાલવના પાંચ પાન પધરાવવા અને ત્યાર પછી નેવેધ માં મીઠાઈ અર્પણ કરવી અને આરતી ઉતારવી અને ત્યારબાદ માં નર્મદાને પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં અમારા કુટુંબ માં તથા અમે બધા જ ગુજરાતવાસીઓ સુખ શાંતિથી રહીએ અને અમારી દેશ વિદેશમાં પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપશો જી ત્યારબાદ કળશનું જળ માં નર્મદા નું નામ લઇ આખા ઘરમાં ઓફિસમાં છાંટી શકાય છે અને બીજું વધેલું જળ તુલસી ક્યારે પધરાવું આવી રીતના ગુજરાતના દરેક ઘરે ઘરે નર્મદા માતાજીનું પૂજન કરવાથી ગુજરાતની અને ગુજરાતીઓની સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.