Abtak Media Google News

ભારતીય ભૂમિ ભોગ નહિ ત્યાગ ભૂમિ છે.  ત્યાગ શ્રેષ્ઠ મનાયો છે. આ માટીના કણ કણમાં દાન દિચારને ત્યાગ સમાયો છે. જયા રાવણ નહિ પણ રામ આદિ સજજન દેવ ગણાયો છે. તપ, ત્યાગ, વ્રત, પ્રત્યાખ્યાનનો મહિમા સર્વત્ર ગવાયો છે.

Advertisement

સવિ જીવન કરુ શાસન રસી યાને જગતનાં સર્વજીવો શાસનના રસિક બનેને જીવ માત્રનું કલ્યાણ થાઓ તેનો જયઘોષ કરતો પરમ પાવન પર્યુષણ પર્વનો બીજા દિવસનો અઘ્યાત્સ સૂર્ય, દાન-શીલ , તપ ભાવ આદિ ધર્મના તે જ કિરણો ફેલાવી દુગુર્ણોના અંધકારને દૂર કરી સદગુણોની લાલીમાં પ્રસરાવી રહ્યો છે.

અનંતાનંત ભવભ્રમણ  ભમી મનુષ્યગતિ આર્ય ક્ષેત્ર જૈનફળ જૈન ધર્મ પામી અવિરત વહેતા જીવન પ્રવાહમાં પૂર્વના પુણ્યના યોગે દેવ ગુરૂ ધર્મની કૃપાએ આપણને દાન, શીલ, તપ, ભાવ આદિ મળ્યા તો આવો આપણે પર્વાધિરાજ પર્વના પવિત્ર દિને આત્મગુણોનો આ વિર્ભાવ (આવકાર) કરી મૈત્રી ભાવનાના ગીતો ગુંજવીએ

પર્વના બે પ્રકાર (1) લૌકિક (ર) લોકોતર

લૌકિક પર્વ:- જેમાં રંગ-રાગ, આનંદ, પ્રમોદ, ભોગ વિલાસના રંગો ઘુંટાયેલા છે. દીવાળી, નવરાત્રી વ. તહેવાર તે લૌકિક પર્વ કહેવાય છે.

લોકોતર પર્વ:- જેમાં દાન-શીલ, તપ, ભાવ, વ્રત પ્રત્યાખ્યાન ત્યાગ ધર્મ આરાધના વ ના ભાવોથી આત્માને ભાવીત કરી મનોરંજન નહિ પણ આત્મરંજન થાય તે છે લોકોત્સપર્વ કષાયોની કાલીમા દૂર  કરી નમ્રતા, વિનય, વિવેક પ્રશાંતરસ ગુણોથી આત્માને ધવલ કરાવે છે. પવિત્ર પર્વ

તપ, ત્યાગ, પ્રત્યાખ્યાનનો મહિમા બતાવે છે. પર્વ, તેવીસ્તો જ્ઞાનિઓએ કહ્યું કે, પચ્ચકખાણ અનંતગુણની ખાણ પચ્ચકખાણનો પ્રભાવ ઘણો છે. નાનો એવો નિયમ પણ મેરૂ જેટલા પાયોને રાય જેટલા નાના (અણુ)  બનાવે છે. ચૌદ રાજલોકનાં તમામ પાપની રાવીમાંથી મુકત કરે છે. પચ્ચકખાણ (નિયમ)

એક વાકયમાં જ કહીએ તો

જગતમાં વસવું તે પ્રદુષણ ને જાતમાં વસવું તે પર્યુષર્ણ!

કષાયોની કાલીમા દૂર કરી આત્મગુણ વિકસાવે પર્યુષણ પર્વ!

દાન, શીલ, તપ, ભાવથી આત્માનો આવિર્ભાવ થાય તે !

જીવોને અભયદાન આપી અહિંસાની આલબેલ પોકારે !

દુર્ભાવોને દૂર કરી શુભ ભાવોની પરિણતિયામાં રમણતાં થાય છે.

અગૠઊછ ઈંજ ઉઅગૠઊછ- ક્રોધ કરવાથી 4 ગુણો ખતમ થાય છે (1) પુન્ય, (ર) પ્રસન્નતા (3) પ્રેમ (4) પરમાર્થપણ

આ ચારને ખતમ કરે છે. ક્રોધ માટે જ ક્રોધને આગની ઉપમા આપી છે જેમાં માનવીના સર્વગુણો બળીને ખાખ (રાખ) થઇ જાય છે. ક્રોધને દૂર કરવાનો રામબાણ ઇલાજ છે મૈત્રી ભાવ

આપણે મૈત્રી ભાવના નિનાદનો ઘંટ હ્રદય મંદિરમાં ગુંજવવાનો છે. જીવમાત્ર પ્રત્યે મિત્રતાનો ભાવ કેળવવાનો છે. મિતીમે સવ્વ ભૂએસુ…..

“મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહયા કરે

શુભથાઓ આ સહલ વિશ્ર્વનું એવી ભાવના નિત્ય રહે”

“મિતીમે સવ્વ ભૂએવયુ ના ગીત ગાઇએ

ક્ષમા વીરસ્ય ભૂષણમ ના ભાવો ઘૂંટીએ

આત્મવત સવ્વ ભૂષેયુ જીવ માત્રને ગણીએ

દાન-શીલ તપ ભાવમાં રમી સંસાર તરીએ”

હે કરૂણા સાગર ! આજના પુનિતપર્વની મંગલ પ્રાર્થના કે

સુલસા જેવા શ્રઘ્ધાવંત અમે બનીએ

પુણિયા શ્રાવક જેવા અપરિગ્રહી થઇએ

સામાયિક પુણિયાશ્રાવક જેવી શુઘ્ધ કરીએ

દે જે એવી સન્મતિ… પામીએ પરમ ગતિ

અજરામર સંપ્રદાયના બા.બ્ર. શ્રી ગીતાકુમારીજી મ.સ.

આત્મગુણોનો આવિર્ભાવ..!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.