Abtak Media Google News

આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ છે. આ પ્રસંગે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓએ દિલ્હીની વીરભૂમિ ખાતે પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સાથે જોવા મળ્યા હતા જેઓ તેમના પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા વીરભૂમિ પહોંચ્યા હતા. રાજીવ ગાંધી ભારતના પ્રથમ યુવા વડાપ્રધાન પણ હતા.

Advertisement

રાજીવ ગાંધીનો જન્મ ૨૦ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ થયો હતો. 21 મે 1991ના રોજ તમિલનાડુમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીને વડાપ્રધાન તરીકે ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.રાજીવ ગાંધી એક ભારતીય રાજકારણી હતા, જેમણે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના માતા, વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા.

ગાંધી રાજકીય રીતે શક્તિશાળી નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો હતા, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા.આજે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આખો દેશ તેને યાદ કરી રહ્યો છે. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. 1991માં એક ચૂંટણી રેલીમાં બોમ્બ વિસ્ફોટમાં તેમની હત્યાએ સમગ્ર દેશને આંચકો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.