Abtak Media Google News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યા અનુસાર સ્મોકિંગ છોડવાનો નિર્ણય કર્યા બાદ અંતિમ સિગરેટનો ‘કસ’ લીધાના તુરંત બાદ શરીરને ફાયદાઓ મળવાની  શરૂઆત થઇ જાય છે

સિગરેટની ‘કસ’ને ટસના મસ થઇને જો છોડી દેશો તો આ અમૂલ્ય જીંદગીને માત્ર જીવવાનો જ નહીં માણવાનો અવસર પણ મેળવી શકાશે

આજે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ છે. ધુમ્રપાન છોડ્યા બાદ શરીરને પ્રતિપળ એક ફાયદાઓ થાય છે. ચાલો આજે આપણે જોઇશું કે એ ફાયદા ક્યાં-ક્યાં છે? ભારતમાં તંબાકુ ઉત્પાદનોનું સેવન તથા વધુ પડતુ ધુમ્રપાન કરનારા લોકોની સંખ્યા વધુ છે. આજકાલ બાળકો પણ ધુમ્રપાન અને તંબાકુનું સેવન કરે છે. જો કે, આ વાતથી દરેક લોકો વાકેફ છે કે સ્મોકીંગ છોડ્યા બાદ શરીરમાં અનેક ફાયદાઓ જોવા મળે છે. પણ કદાચ એ વાતથી બહુ ઓછા લોકો અવગત હશે કે આ ફાયદાઓ સ્મોકીંગ છોડ્યાના તુરંત બાદ મળવા લાગે છે.

જી હા, જ્યારે કોઇ વ્યક્તિ સિગરેટ છોડવાનો નિર્ણય લે છે અને અંતિમ સિગરેટ પી ને છોડે છે, એ પળથી જ તેના અંદરથી સ્વસ્થ થવાની શરૂઆત થઇ જાય છે. આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા વિસંપ્ત માહિતી આપવામાં આવી છે.

ધુમ્રપાન છોડ્યા બાદ શરીરને મળનારા ફાયદાઓ

ડબલ્યુએચઓ અનુસાર છેલ્લી સિગરેટનો કસ લીધા બાદ શરીરમાં થતા સકારાત્મક બદલાવમાં પ્રથમ છે કે 20 મિનિટ બાદ શ્ર્વાસોચ્છવાસ અને પ્રેશર નોર્મલ થઇ જાય છે. ત્યારબાદ બીજો ફાયદો એ છે કે 12 કલાક બાદ રક્તમાં મોજુદ કાર્બન મોનોક્સાઇડનું સ્તર ઘટીને સામાન્ય થઇ જાય છે. ત્રીજો ફાયદો જોઇએ તો 2 થી 12 સપ્તાહ બાદ શરીરનું રક્ત પરીભ્રમણ બહેતર બની જાય છે. તથા ફેફ્સાની કાર્યક્ષમતા વધી જાય છે.

ચોથો ફાયદો એ છે કે 1 થી 9 માસ બાદ ઉધરસ અને શ્ર્વાસ ફૂલવાની સમસ્યા ઘટી જાય છે. પાંચમો ફાયદો એ છે કે 1 વર્ષ બાદ ધુમ્રપાન કરનાર વ્યક્તિની સાપેક્ષમાં ન કરનાર વ્યક્તિમાં કોરોનરી હાર્ટ ડિસીઝ થવાનો ખતરો લગભગ ઘટીને અડધો થઇ જાય છે. છઠ્ઠા ફાયદાની વાત કરીએ તો ધુમ્રપાન છોડ્યાના પાંચ વર્ષથી પંદર વર્ષની અંદર સ્ટ્રોકનો ખતરો સાવ નહીંવત થઇ જાય છે. ફાયદા નંબર સાતની વાત કરીએ તો લંગ્સ કેન્સર થવાનો ખતરો પણ ટળીને અડધો થઇ જાય છે. તથા મોં, ગરદન, બ્લેંડર, વગેરેનું કેન્સર થવાનો ખતરો પણ ઘટી જાય છે.

6 ફીટની દૂરી માણસોથી રાખવાની સાથે 6 મીટરની દૂરી તંબાકુ – ધૂમ્રપનના સેવનથી પણ રાખવી: કેન્સર હોસ્પિટલ ડિરેક્ટર વી. કે ગુપ્તા!

Dr V K Gupta

એન્ટી ટોબેકો ડે અંતર્ગત કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર શ્રી વી. કે ગુપ્તા ફબફિંસ સાથે ની ખાસ વાત ચીત મા તંબાકુ સેવન અને એના ગેરફાયદા પર પ્રકાશ પાડતા કહે છે કે ધૂમ્રપાન અને તંબાકુ નોંદેવાં જાનલેવા છે, અમે તો દર્દી ની સારવાર કરીએ છે એટલે ખ્યાલ છે કે કેટલો પછતાવો થતો હોય છે બધા દર્દીઓને! સેવન શરૂ કર્યા બાદ ખુબ અઘરું થઈ જાય છે તંબાકુ બીડી સિગારેટ બધું છોડવું! માટે જાગરૂકતા હોવી ખૂબ જરૂરી છે કે લોકો એનું સેવન કરવાનું ટાળે! આ તમામ પદાર્થમાં 4,000 કેમિકલ હોય છે જે માનવ શરીર માટે અતિ ઘાતક છે, જેમાં થી 20 chemicals લેબોરેટરી મા વેરીફાઈ થઈ ગયું છે કે જેનાથી કેન્સર સો ટકા થાય જ છે! સ્મોકલેસ તંબાકુ એટલે કે

માવો, ગુટખા, તંબાકુ અનેક થી મોઢા મા કેન્સર થતું જોઈ છે અને બીડી, સિગારેટ ફેફસાં ને ખુબ હાની પોહચાડે છે! સ્મોકિંગ માત્ર જે સેવન કરે છે એને જ નહીં પરંતુ એના સ્મોક થી અજુ બાજુ ના વ્યક્તિ ને પણ હાની પોહચડે છે, જેને પેસીવ સ્મોકિંગ કેહવાય છે! સ્મોક વાડુ કે સ્મોકલેસ તોબેકો બંને આગળ હતા લોઈ માં પણ અસર કરે છે અને શરીર ને ખુબ હાની પોહચડતા હોઠ, નાક, જડબા, ગલોફા, પેશાબ ની, ફેફસા અને તમામ જગ્યા એ કેન્સર થઈ છે. ધુમ્રપાન અને તંબાકુ સેવન મા કોઈ “એજ બેરીઅર” જેવું કઈ હોતું નથી, કદાચ થી બાળકો ને વધારે અસર કરે છે.

માવા બીડી સિગારેટ અન્ય વસ્તુ એવી છે જે મગજ મા ટેવ પડી દેય છે! સેલ્ફ કંટ્રોલ થી છોડી પણ શકાય પણ એ ખુબ અઘરું થઈ જાય છે અને ઘણી વાર છોડતા સમય ફરી પાછું સેવન શરૂ કરી દેવું છે “વિથદ્રવલ સિમટમ’. ના લીધે. તેઓ એ સ્કૂલ મા સર્વે પણ કરેલો સેવન શરૂ કરવાના કારણ જાણવા માટે રો જાણીને અચંબો પામશો કે બધા નો જવાબ હતો કે ઘરે અથવા તો મિત્રો ને ફ પદાર્થ નું સેવન કરતા જોઈ અમે પણ શરૂ કરી દીધું! તંબાકુ ધૂમ્રપન ના સેવન થી જે લોકો ને કેન્સર થયો છે તેઓ બીજા ને સલાહ આપે છે બધું મૂકવા માટે પરંતું ત્યાં ના પોચિયે એના માટે આ બધી વસ્તુ થી દુર રેહવું જ સ્વાસ્થ છે. તેઓ નો સમાજ ને એક મેસેજ છે કે કે તમે 6 ફીટ ની દુરી માણસો સાથે રાખવાની સાથે જ તમ્બાકુ ધૂમ્રપનથી 6 મીટર ની દૂરી રાખવી!

ઉંમર મુજબ સ્મોકિંગ છોડવાનો ફાયદો

ડબલ્યુએચઓ દ્વારા એ પણ માહિતી આપવામાં આવી છે કે જે લોકો ઉંમરના પડવા મુજબ ધુમ્રપાન છોડે છે, તેની સંભવત : વધુમાં વધુ ઉંમર એક સ્મોકિંગ કરનાર વ્યક્તિની સાપેક્ષમાં વધી જાય છે. ચાલો તેના પર પણ એક નજર દોડાવીએ.

  • 30ની ઉંમરના સ્મોકિંગ છોડવાથી સ્મોકિંગ કરનાર કરતા જીંદગીના 10 વર્ષ વધી જાય છે.
  • 40ની ઉંમરમાં સ્મોકીંગ છોડવાથી જીંદગીના 9 વર્ષ વધીજાય છે.
  • 50ની ઉંમરમાં સ્મોકીંગ છોડવાથી સંભવત 6 વર્ષ વધુ જીવી શકાય છે.
  • 60ની ઉંમરના સ્મોકિંગ છોડવાથી આશરે ત્રણ વર્ષ લાંબુ જીવી શકાય છે.

આ સિવાય કોઇ જીવલેણ બીમારી થઇ હોય અને સ્મોકીંગ છોડવામાં આવે તો તુરંત રાહત મળે છે. અને હાર્ટએટેક આવ્યા બાદ સ્મોકીંગ છોડવાથી બીજો સ્ટ્રોક આવવાનો ખતરો 50 ટકા ઘટી જાય છે.

સિગરેટની ‘કસ’ને ટસના મસ થઇને જો છોડી દેશો તો આ અમૂલ્ય જીંદગી માત્ર જીવવાનો જ નહીં માણવાનો અવસર પણ મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.