Abtak Media Google News

આ એકાશીનું ધાર્મીક દ્રષ્ટીએ ખૂબજ મહાત્મ્ય છે

આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી ભગવાનને શુધ્ધ જળથી અભિષેક કરી વસ્ત્ર જનોઈ ચંદન ચોખા અબીલ ગુલાલકંકુ ધુપ દીપ અર્પણ કરવા નૈવેદ્યમા ખાસ સકકરટેટી ધરાવી આરતી ઉતારી એકાદશીની કથા વાચવી અથવા સાંભળવી.આ દિવસે દિવસના નિંદ્રાનો ત્યાગ કરવો ઉપવાસ અથવા એકટાણુ રહેવું તળેલી વસ્તુ ખાવી નહીં તથા ખાસ શાલીગ્રામ ઉપર 11 તુલસી પત્ર ચડાવી અને સાંજે તેને ગ્રહણ કરવા.

પારકી નંદી કરવી નહિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અશ્ર્વદાન કરતા ગજ્રદાન શ્રેષ્ઠ ગણાય ગજદાન કરતા ભૂમીદાન મોટુ ભુમીદાન કરતા તલનુ દાન મોટુ ગણાય તલના દાન કરતા સૂવર્ણદાન મોટુ ગણાય અને સોનાના દાન કરતા અન્નદાન ઉતમ ગણાય છે. આથી આદિવસે અનાજનું દાન કરવું ઉતમ ફળ આપનાર છે.

વરૂથીની એકાદશીના દિવસે પીપળે પાણી રેડવું અને પિતૃના મોક્ષ માટે શ્રી કૃષ્ણ ભગવાનને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી.કથાની વાર્તા પ્રમાણે ઘણીવાર પાછલા જન્મના અશુભકર્મોને કારણે આ જન્મમા અચાનક વિના કારણે દુખ ભોગવવું પડે છે.પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનની ભકિત કરવાથી તથા આ વરૂથીની એકાદશીનું શ્રધ્ધાથી વ્રત કરવાથી દુ:ખના દિવસો પણ સરળતાથી પસાર થઈ જાય છે.તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.