Abtak Media Google News

ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. આ દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરીને વ્રત રાખવાથી ઇચ્છિત ફળ મળે છે. કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા નું વ્રત એટલે ષટતિલા એકાદશી ષટતિલા એકાદશીનું વ્રત કરવાંથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે.

જ્યોતિષ આચાર્ય રાજદીપ  જોશીના જણાવ્યા પ્રમાણે આ વ્રતની વિધિ આ પ્રમાણે છે : આ વ્રતના દિવસે વ્રતીએ બ્રહ્મયર્ચનું પાલન કરવું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે હલકી મનોવૃત્તિઓ નો ત્યાગ કરવો એકાદશીના દિવસે પ્રાત : કાળે ઊઠી સ્નાન – વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન – પૂજન કરવું, અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવાં અને અર્ધ્ય આપી પિતૃઓની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી. વ્રતધારીએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને અને વસ્ત્ર બ્રાહ્મણને દાનમાં આપવાં . જેટલા તલનું દાન કર્યું હોય તેટલા હજાર વર્ષ પર્યંત સ્વર્ગ – પ્રાપ્તિ થાય છે .

ખાસ કરીને આ એકાદશીના દિવસે વ્રત અને દાન કરવાથી જીવનમાં શાંતિ અવશ્ય મળે છે આ એકાદશીના દિવસે ઉપવાસ કરવો . વ્રતીએ- ( ૧ ) શરીરે તલના તેલનું માલીશ કરવું, ( ૨ ) તલના પાણીથી સ્નાન કરવું, ( ૩ ) તલનો હોમ કરવો, ( ૪ ) તલ નાખેલા જળનું પાન કરવું, ( ૫ ) તલવટ બનાવીને ખાવો અને ( ૬ ) તલનું દાન કરવું . આ છ પ્રકારે તલ પાપ નષ્ટ કરે છે . ( તિલા અર્થ શું થાય છે તલ) એકાદશી નો બોધ : – જીવનમાં લોભ અને મોહ નો હંમેશાં ત્યાગ કરવો જોઈએ તો જ જીવન શાંતિથી પસાર કરી શકાય છે જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.