Abtak Media Google News

પ્રવર્તમાન જીવન શૈલીએ પારાવાર મુશ્કેલી ઉભી કરી છે, ત્યારે લોકોના સ્વભાવ સાથે ઘણી રીતભાતો ભવિષ્યમાં અધ: પતન લાવશે: આજનો યુવા વર્ગ વ્યસની બન્યો છે, અને પૈસા કમાવવા શોર્ટ કટ લેતો થઇ ગયો

સતત તણાવને કારણે ગુસ્સા પરનો અંકુશ ગુમાવતા, ચોમેર દીશાએ આપણને ઝગડા જોવા મળે છે: આજના ઘણા સંતાનો પોતાના મા-બાપનું પણ માનતા નથી: વગર વિચારે નિર્ણયો લઇને યુવા વર્ગ હેરાન થતો જોવા મળે છે

બધાને માન મોભા સાથે રહેવું, પણ મહેનત નથી કરવી: ઇન્ફરમેશન ટેકનોલોજી અને સોશિયલ મીડીયાએ માનવીને પાંગળો બનાવી દીધો

પવર્તમાન યુગમાં મા-બાપની સૌથી મોટી ચિંતા સંતાનોની જોવા મળે છે. વિદેશી સંસ્કૃતિના અનુકરણે આપણી સંસ્કૃતિ ભૂલીને જીવન જીવતો યુવા વર્ગ મહેનત કર્યા વગર શોર્ટ કટ રસ્તે પૈસા કમાવવા દોડધામ કરી રહ્યો છે. અત્યારની જીવન શૈલી એટલી હદે બદલાય ગઇ છે કે સૌ વડીલોને ચિંતા થવા લાગે છે કે આનું ભવિષ્ય કેવું હશે. પહેલા કરતાં આજની પેઢીના સ્વભાવ સાવ બદલાય ગયા હોવાથી સવારથી સાંજ રોડ ઉપર સામાન્ય બાબતમાં ઝગડા જોવા મળી રહ્યા છે, કોઇનામાં સમજ કે સહન શિલતા છે જ નહી આજની ઘણી બધી રીત-ભાતો, જીવન જીવવાની સ્ટાઇલ ભવિષ્યમા: અધ:પતન નોંતરશે.

આજે બધાને માન મોભા સાથે રહેવું છે, પણ મહેનત કરવી નથી. પોતાની જાત પરિવાર કે આર્થિક સ્થિતિનો વિચાર કર્યા વગર ખોટા નિર્ણયો લઇને બધાને મુશ્કેલીમાં મુકી દે છે. આજે બધાને સ્ટેટસ જોઇએ છીએ, અને તેના વગર જીવવું ગમતું નથી. આજનો યુવા વર્ગ ધુમ્રપાનમાં એટલો ગરકાવ થઇ ગયો છે કે ભવિષ્યમાં દુનિયાના સૌથી ફેફસાના કેન્સર આપણાં દેશમાં હશે. ઇન્ફરમેશન ટેકનોલોજી અને સોશિયલ મીડીયાએ માનવીને પાંગળો બનાવી દીધો છે. બાળથી મોટેરા તેમાં જ ર4 કલાક રચ્યા-પચ્યા રહેતા હોવાથી તેના માનસ પટ્ટ પર ભયંકર અસર જોવા મળી રહી છે. જીદી અને ચિડીયા પણાનો સ્વભાવ આને કારણે જ જોવા મળી રહ્યો છે.

મોબાઇલમાં સ્ટેટસ અને હીલ મુકવાથી મહાન નથી બની જવાતું, મહાન બનવા પરિવાર જે મદદ કરીને મામ-બાપને ટેકો આપવો પડે છે. ભાઇબંધો કે ચા-પાનના ગલ્લે મહિનાના હજારો રૂપિયા વાપરતો યુવાન આ બાબતે વિચારે એ જરુરી છે. આજનો માનવી સતત તાણવાળી જીંદગી જીવતો હોવાથી ગુસ્સા પરનો અંકુશ ગુમાવી દેતા, પરિવારમાં કે ભાઇઓમાં ઝગડાઓ જોવા મળી રહ્યા છે. પોતાનું સાચુ ખોટું સ્ટેટસ બતાવીને પોતાનું કામ પાર પાડવું તે જીવન નથી, ખોટું આખર ખોટું જ છે, હમેશા સત્યનો વિજય થાય છે.

આજની જીવન શૈલીમાં સારા ગાડી નંબર, મોબાઇલ નંબર, બાઇક, સારા કપડા વિગેરે સાથે એક નોખુ સ્ટેટસ હોય અને બધા તેને પૂછવા આવે તેવું સૌને જીવવું છે. આવું જીવન જીવવા ઉંચા વ્યાજે પૈસા લઇને દેખાડાનું જીવન જીવતો માનવી ઘરના બધાને હેરાન કરી મુકતો જોવા મળે છે. હોય કાંલ નહી, છતાં તેની પાસે બધુ જ છે, એવી જીંદગી જીવવી બધાને ગમે છે. ડગલેને પગલે ખોટાનો સહારો લઇને બીજાનું કેમ કરી નાખવું તે જ આજની સમાજ વ્યવસ્થામાં જોવા મળે છે.

વર્ષો પહેલાની આપણી સફળ સમાજ વ્યવસ્થા આજે સવા ભાંગી ગઇ છે, લોકો સતત હેરાન થઇ રહ્યા છે, છતાં સુધરવાનું નામ લેતા નથી. આજના માનવીમાં સહન શકિત, સમજદારી, વિચારીને પગલા ભરવા, મુશ્કેલી ન આવે તે માટે બચત કરવી અને પરિવારને સાથ આપવો જેવા ગુણો જ નથી, તેથી નવી નવી મુશ્કેલી આવતી જ જાય છે. મોબાઇલના ઘણા લાભ હશે, પણ આજના યુગમાં તો તેના ગેરલાભો વધુ પ્રકાશમાં આવી ગયા છે. સોશ્યિલ મીડીયામાં ખોટી પ્રોફાઇલ બનીને છેતરનારા દિન પ્રતિદિન વધી રહ્યા છે. છોકરો-છોકરી બન્ને લોકો વિદેશી કલ્ચરની છેલછામાં ગાંડા થઇ ગયા છે.

સ્વનો વિકાસ કરીને આગળ વધવાની વાત કોઇને મંજુર નથી. બધાને બીજાથી કંઇક અલગ દેખાવવું હોવાથી નીત નવા પેંતરા સતત આજનો યુવા વર્ગ રચી રહ્યો છે. ર1મી સદીમાં યુવાનોની દશા  અને દિશા બદલાઇ ગઇ હોવાથી મા-બાપે હવે જાગવાની જરુર છે. કેટલાક સંતાનોએ દેણા કરીને મા-બાપને મુશ્કેલીમાં મુકી દીધા છે. કે આપઘાત કરી લીધા છે. આજની કારમી મોંધવારી બે માણસને સંતાનોનું પુરુ કરવામાં કેટલી મુશ્કેલી પડતી હોય તે કોઇક ને પૂંછી લેજો, ત્યારે ખબર પડશે મા-બાપે કમાયેલી વર્ષોની આબર એક સામાન્ય ભૂલથી ધૂળ ઘાણી થઇ જતી હોય છે.

ધો.1ર પાસ પછી ઘણા કોર્ષ કરવાથી નાની મોટી જોબ મળી જતી હોય છે. પણ કોલેજ લાઇફ માણવા જીવનના ચાર વર્ષ બગાડી નાંખે છે. ભણતા ભણતા પાર્ટ ટાઇમ કામ કરીને મા-બાપને મદદ કરનારા ઘણા યુવાનો જોવા મળે છે. આપણી આવક કરતા જાવક ઓછી થાય તેવું જીવન જીવો તો જ આજના યુગમાં તમે જીવન જીવી શકો એમ છો. ઘરનો સાત્વિક ખોરાક કોઇને ખાવો નથી ને, બહારનું ખાવું છે, ત્યારે સ્વાસ્થ્ય બગડે છે. મોડા સુવેને મોડા ઉઠે જેવી ઘણી કુટેવો આજના માનવીમાં હોવાથી ઘણી બિમારીઓ નાની ઉમરમાં જોવા મળવા લાગી છે. આજના મા-બાપને સંતાનો પાસેથી ઘણી આશાઓ છે, પણ તે યુવા વર્ગ પુરી કરી શકશે.

આજે બધાને બીજા જેવું જ જીવન જીવવું છે !

પોતાની ત્રેવડ હોય કે ન હોય પણ મારે તો એની જેવું જીવન જીવવું છે, તેવી મેન્ટાલીટી ધરાવતો માનવી દેણા કરીને પણ એ જીવન જીવવા આખી જીંદગી મહેનત કરી રહ્યો છે. આંધળા અનુકરણને કારણે પરિવારને, સંતાનોને પ્રેમ આપી શકતો નથી કે, પોતાના માટે પણ જીવન જીવી શકતો નથી. આજે અંદરો અંદરના જ એક બીજાનું કરી નાખીને પોતે જલ્સા કરે છે. લોન લઇને પણ લાખેણો મોબાઇલ લેવો, પછી ભલે હપ્તો ભરવામાં ટીંગાઇ જવાય, પણ સ્ટેટસમાં તો જીવવું જ પડે ને ! આખો દિવસ બાઇક લઇને રખડવું ને ખોટુ પેટ્રોલ બાળીને ગામને દેખાડવું એ જ આજનો સિરસ્તો થઇ ગયો છે. ત્યારે સૌ એ ચેતવાની જરુરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.