Abtak Media Google News

આફ્રીકા નાયરોબીના પ્રવાસ દરમિયાન  ભારતીય મૂળના ઈન્ડીયન ડિપલોમેટસ અને હાઈ કમિશ્નર રોહીત વઢવાણજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા ભાજપ અગ્રણી રામાણી

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણી અખબારી યાદીમા જણાવતા કહે છે કે, વડતાલ ટેમ્પલ બોર્ડ ની અંદર આવતુ  સ્વામીનારાયણ મંદીર – કેન્યા જે આફ્રીકાના નાયરોબીમા સ્થીત છે તેની તા .26ડીસે. થી તા.3જાન્યુ. ભવ્યાતીત તેમજ દિવ્યાતીત મૂર્તી પ્રતીષ્ઠા સહ કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ . જેમા સંપ્રદાયના અનેક સદગુરૂ સંતો – મહંતો પાર્ષદો તેમજ હરીભક્તોની વિશેષ ઉપસ્થીતી રહી હતી તેમજ ત્યાંના અનેક લોકલ સીટીઝન્સે પણ કથા ના લ્હાવો માણ્યો હતો .

આ કથામા આપણી ભારતીય અને હિંદુ સંસકૃતી મુજબ પોથીયાત્રા , નગરયાત્રા , કૃષ્ણજન્મોત્સવ અને સાંજે અનેક હરીભક્તો દ્વારા સાસંકૃતીક કાર્યક્મો , સમાજ ઉપલક્ષ વાતો , ભગવાનની લીલાઓ તેમજ હાસ્ય દરબાર જેવા કાર્યક્મો તેમજ ત્યાંની સંસકૃતી પ્રમાણે ત્યાંના સીટીઝન દ્વારા સંગીત , બેન્ડ તેમજ સીંગીંગ નુ રસપાન કરાવવામાં આવ્યુ હતુ આવી રીતે બન્ને દેશની સંસકૃતીઓને સંલગ્ન કરી વિદેશની ધરતી ઉપર સાદર અને સતકાર્યના ભાવે કળાનુ આદાન પ્રદાન કરવામાં આવ્યુ હતુ .

આ મહોતસ્વના પ્રેરણાસ્ત્રોત 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજજી દ્વારા દેવો ની પ્રતીષ્ઠા તેમજ નીત્ય અભીશેક તેમજ વક્તા મહોદય સદગુરૂ નીત્યસ્વરૂપદાસજી સ્વામી તેમજ સદગુરૂ નીલકંઠચરણદાસજી સ્વામી, સદગુરૂ માધવપ્રીયદાસજી સ્વામી (એસજીવીપી) , નૌતમ સ્વામી , ડો . સંતવલ્લભદાસજી સ્વામી, દેવપ્રકાશદાસજી સ્વામી , હરિપ્રકાશદાસજી સ્વામી આદી સંતો એ કથાનુ રસપાન કરાવ્યુ હતુ.

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી એ સંતો સાથે ત્યાંના ભારતીય મૂળના તેમજ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમા અભ્યાસ પ્રાપ્ત કરેલ એવા ઇન્ડીયન ડિપલોમેટસ , લંડનના પૂર્વ તેમજ હાલના નાઇરોબીના હાઇ કમીશનરી રોહીત વઢવાણજીની મુલાકાત લીધી ત્યારે તેમના ઘરે સંતોની પઘરામણી થતા તેમને દિવ્યતા અને ધન્યાતા અનુભવી હતી સાથે ડ્રાયફ્રૂટ હાર , ફૂલહાર , મીઠાઇ તેમજ મહારાજની મૂર્તી સપ્રેમ ભેટ આપી નાઇરોબી ખાતે ચાલી રહેલ મૂર્તી પ્રતીષ્ઠામા પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યુ હતુ જે તેમને સાદર સ્વીકાર કરી બીજા દિવસે મહોત્સવ સ્થળ ખાતે પધાર્યા હતા અને તેમના વકત્વય વખતે , ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને યાદ કરી ભારતીય મૂળના કેન્ચન લોકોનુ માન , સન્માન જળવાઇ રહે છે તેવી ખાતરી આપી ત્યાંની અનેક વિશેષતાઓ તેમજ સંસકૃતીથી શ્રોતાઓને જાણકાર કર્યા હતા તેમજ સ્વામીનારાયણ ભગવાનની છપૈયા જન્મભૂમી થી ગઢપુર અક્ષરવાસ સુધીના જીવનકાળથી ખૂબ પરીચીત છુ અને નાયરોબીના મંદીર થી પ્રભાવીત થયો છુ તેમજ ત્યાંના સત્સંગીઓને જરૂર પડયે હંમેશા મદદરૂપ થવા તૈયારી દર્શાવી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.