Abtak Media Google News

મોડીરાત સુધી આકાશમાં રંગોળીનો ઝગમગાટ: ૨૦૭૩ના વર્ષને દેશભરના લોકો હર્ષોલ્લાસભેર વિદાય આપી ૨૦૭૪ને વધાવશે: સુશોભિત રંગોળી અને દીવડાના ઝગમગાટમાં ઘર આંગણા ઝગમગી ઉઠ્યા: વેપારીઓ કરશે ચોપડા પૂજન: મીઠાઈઓ અને અવનવા પકવાનો ખાઈ બાળકોથી માંડીને વૃદ્ધો દિવાળીની મોજ માણી: મોડીરાત સુધી દીપોત્સવને મનાવી પરોઢિયે નૂતન વર્ષના વધામણા થશે: શનિવારે ભાઈબીજ

ખુશીઓથી ઝગમગતો રોશનીનો ઉત્સવ એટલે દિવાળી. આજે દીપોત્સવનો પાવન મહાપર્વ છે. નવરાત્રી બાદ મોંઘવારી અને મંદીને ભુલીને દિપાવલી પર્વોત્સવને વધાવવામાં મગ્ન લોકો આજે હર્ષોલ્લાસના માહોલ વચ્ચે ભવ્ય આતશબાજી સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે. ઘેર-ઘેર મીઠાઈ, પકવાનો ખાય, ઘર આંગણાને રંગોળીથી સુશોભિત કરી, દિવ્ય દિવડાના ઝગમગાટ અને ફટાકડાના ધમધમાટ સાથે દિપાવલીની ઉજવણી થશે. લોકો વહેલી સવાર સુધી જાગી નૂતનવર્ષને આવકારશે.

દીપાવલીએ મનુષ્ય જીવનનું ઉત્સવ‚પ, આનંદ‚પ અને સમૂહ‚પનું પ્રતિકાત્મક પર્વ છે. દિવાળી સાથે રામ રાજયાભિષેકની કથા જોડાયેલી હોવાથી આ પર્વનું મહત્વ વધી જાય છે. કહેવાય છે કે દિવાળીના દિવસે જ ચૌદ વર્ષના વનવાસને પૂર્ણ કરીને રામચંદ્ર ભગવાન અયોધ્યા આવ્યા હતા. પ્રજાના પરમપ્રિય રાજા અને અયોધ્યાનું હૃદય કહેવાતા શ્રીરામના આગમનમાં અમાસની અંધારી રાતને લોકોએ ઘીના દીવા કરીને રોશન કરી દીધી હતી. આખીય અયોધ્યાનગરીને ઘીના દીવડાથી સુશોભિત કરવામાં આવી હતી. કાળી અંધારી અમાસ પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠી હતી. રામાયણના સમયથી લઈને આજ સુધી આ દિવસને સમગ્ર ભારત પ્રકાશના પર્વના ‚પમાં મનાવવામાં આવે છે.

દિવાળીએ માત્ર તહેવાર નથી પરંતુ તહેવારોનું મહા સ્નેહ સંમેલન છે. અગિયારશથી ભાઈબીજ સુધી ઉજવાતો દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઈને આવે છે. આજે દિવાળીના પાવન અવસરે ઘેર-ઘેર દીવડાઓના ઝગમગાટથી ઘરના આંગણાઓ ઝળહળી ઉઠશે. દિવાળી પાંચ દિવસનો આખા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.