Abtak Media Google News

તા. ૧.૮.૨૦૨૩ મંગળવાર , સવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ પૂનમ, નક્ષત્ર: ઉત્તરાષાઢા, યોગ:પ્રીતિ, કરણ: વિષ્ટિ, આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ ) રહેશે.

 

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.

વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રિઝતી જણાય, નવીન તક હાથમાં આવે, ધાર્યા કામ પાર પાડી શકો .

મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ન થાય, મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રોને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદમાં પસાર કરી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાત વર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારી વર્ગને સારું રહે, સ્ત્રી વર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવકનો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસેના ચાલવું.

મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય, આકસ્મિક લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

મંગળ સાતમે હોય ત્યારે જીવનસાથી પર ગુસ્સો ન કરવો જોઈએ

અગાઉ લખ્યા મુજબ હાલના સમયમાં સ્ત્રી પર અત્યાચારો વધ્યા છે વળી છેલ્લા ત્રણ વર્ષના સરકારી રિપોર્ટમાં દેશમાં ૧૩ લાખથી વધુ દીકરીઓ-બહેનો ગૂમ થઇ છે જે દેશ માટે ચિંતાજનક વિષય ગણી શકાય તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ પાકિસ્તાનમાં પણ આતંકી ખેલ જારી છે અને અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે ગોચર ગ્રહોની વાત કરીએ તો મંગળ મહારાજ બુધ અને શુક્ર સાથે સિંહમાં થી પસાર થઇ રહ્યા છે. મંગળના સ્થાન મુજબ ફળની વાત આપણે કરી રહ્યા હતા એ મુજબ મંગળ સાતમે હોય ત્યારે જીવનસાથી પર ગુસ્સો ના કરવો જોઈએ અને જાહેરમાં પણ ગુસ્સે ના થવું જોઈએ વળી મંગળ આઠમે હોય ત્યારે સ્વસુરપક્ષને પૂરો આદર આપવો જોઈએ જયારે નવમે મંગળ હોય ત્યારે પિતાજી સને અને ગુરુ સામે ઉંચા અવાજે ના બોલવું જોઈએ. મંગળ દશમે હોય ત્યારે બોસ સાથે અને વડીલો સાથે વાત કરવામાં કાળજી લેવી જોઈએ. મંગળ અગિયારમે હોય ત્યારે મોટા ભાઈ બહેન અને મિત્રો સાથે ખુલ્લા દિલે પ્રેમથી વાત કરવી જોઈએ જયારે મંગળ બારમે હોય ત્યારે કાયદાની બાબત માં કાળજી રાખવી જોઈએ બહાર જઈએ ત્યારે વિદેશમાં અને દવાખાનામાં સારી ભાષા વાપરવી જોઈએ.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.