Abtak Media Google News

તા. ૧૦.૨.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ એકમ, ધનિષ્ઠા  નક્ષત્ર, વરિયાન   યોગ , કિંષતુઘ્ન    કરણ આજે સવારે ૧૦.૦૧ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ   મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .

કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ  વિચારો આવે, મધ્યમ દિવસ.

સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી,પરેજી પાલવ સલાહ છે .

તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

–ભારતીય બજારો નવા ગેઝેટ્સને સ્વીકારતા જોવા મળશે

આજથી મહા માસ શરુ થઇ રહ્યો છે અને ગુપ્ત નવરાત્રી શરુ થઇ રહી છે ગોચર ગ્રહોની વાત કરીએ તો આગામી દિવસોમાં કલા, શૃંગાર, ભોગ વિલાસ અને વૈભવના ગ્રહ શુક્ર મહારાજ ૧૨ ફેબ્રુઆરીના મકર રાશિમાં પ્રવેશ કરશે જયારે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૩ ફેબ્રુઆરીના કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર મહારાજ કર્મની રાશિમાં આવતા ઘણી નવી કાર અને મોબાઈલના મોડેલ માર્કેટમાં આવશે વળી શુક્રને લગતી અનેક લક્સરીએસ વસ્તુઓ માર્કેટમાં જોવા મળશે ખાસ કરીને ભારતીય બજારો નવા ગેઝેટ્સને સ્વીકારતા જોવા મળશે વળી સૂર્ય મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે કેટલાક વિરોધાભાસ અને આંદોલન દર્શાવે છે વળી રાજનીતિજ્ઞો પર સરકારનો અને વિવિધ એજન્સીઓનો શિકંજો કસાતો જોવા મળશે તો પાકિસ્તાનની રાજનીતિમાં પણ સ્થિતિ ડામાડોળ જોવા મળશે અને સ્થિરતા આવવામાં સમય લાગશે જો કે ભારત માટે પાકિસ્તાન કરતા ચીન તરફથી આગામી દિવસોમાં વધુ પડકાર આવવાની શક્યતા છે વળી હાલના ગોચર ગ્રહો પ્રમાણે ભારત સહીત અનેક દેશ આર્મી મજબૂત કરવામાં આગળ વધશે અને આ દરમિયાનમાં ફાઈટર પ્લેનથી લઈને હથિયારો, મિસાઈલ ડેવલપ કરવામાં અને વધારવા તરફ ફોકસ રહેશે. આગામી ત્રણ માસ જેવો સમય કેટલીક તૈયારીઓનો ગણી શકાય.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.