Abtak Media Google News

તા. ૨૩.૨.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ ચતુર્દશી, આશ્લેષા   નક્ષત્ર, શોભન   યોગ , વિષ્ટિ   કરણ આજે સાંજે ૭.૨૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  કર્ક (ડ,હ)  ત્યારબાદ સિંહ (મ,ટ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.

મિથુન (ક,છ,ઘ) :  તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.

કર્ક (ડ,હ)  : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.

સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

વૃશ્ચિક (ન ,ય) :  વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .

મકર (ખ,જ) :  કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે  .

કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

–માઘી પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂર્ણ ઉર્જા પવિત્ર જળ દ્વારા પ્રાપ્ત થાય છે

આવતીકાલે ૨૪ ફેબ્રુઆરી અને શનિવારે માઘી પૂર્ણિમા આવી રહી છે. માઘી પૂર્ણિમાએ પવિત્ર નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. આપણે કોઈ પવિત્ર તીર્થધામ સુધી ના પહોંચી શકીએ તો ત્યાંનું જળ કે ગંગાજળ નહાવાના પાણી માં ભેળવવું જોઈએ અને તેના થી સ્નાન કરવું જોઈએ. ઘરે માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન કરવામાં કેસર, ચંદન, હળદરનો પ્રયોગ પણ આ દિવસે કરી શકાય વળી ઘરની પૂજામાં જે મૂર્તિઓ હોય તેમને પણ આ દિવસે વ્યવસ્થિત સ્નાન કરાવવું જોઈએ અને શિવલિંગ પર કેસર ચંદન યુક્ત જળધારા કરવી જોઈએ તથા સૂર્યને પણ આ જળથી અર્ધ્ય આપવું જોઈએ. ચંદ્ર એ મન છે અને ચંદ્ર જળ છે આપણું ચોથું શરીર લાગણીમય શરીર છે માઘી પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂર્ણ ઉર્જા પ્રાપ્ત થાય છે જે શુદ્ધ અને પવિત્ર જળના માધ્યમથી આપણા લાગણીમય શરીરને શુદ્ધ કરે છે જેથી આપણી લાગણીને નવી ઉર્જા મળે છે. વ્યક્તિમાં મૂળ ઉર્જા લાગણી સ્વરૂપે હોય છે જો તે શુદ્ધ સ્વરૂપે સક્રિય થાય તો આ ઉર્જા દ્વારા પ્રગતિ કરી શકાય છે અને સંબંધોમાં એક નવી મીઠાસ ઉમેરી શકાય છે અને આ આશય અને વિજ્ઞાનથી જ માઘી પૂર્ણિમાનું સ્નાન વિશેષ મહત્વ ધરાવે છે. જે મિત્રોની કુંડળીમાં ચંદ્ર નબળો પડતો હોય કે ડિપ્રેશન  જેવું કે ઉદાસી જેવું લાગતું હોય ત્યારે માઘી પૂર્ણિમાના સ્નાનનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ વળી રૂટિન સ્નાનમાં પણ આ દ્રવ્યો ઉમેરવા જોઈએ.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.