Abtak Media Google News

તા. ૯.૧૦.૨૦૨૩ સોમવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ દશમ, આશ્લેષા   નક્ષત્ર, સિદ્ધ   યોગ,બવ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  કર્ક (ડ,હ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : નોકરિયાત વર્ગને મધ્યમ રહે, વેપારી મિત્રો  ને સારું રહે,ખરીદ વેચાણમાં લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ) : ફસાયેલી  ઉઘરાણી છૂટે, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પડે. શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) :  મનનું ધાર્યું ના થાય, માનસિક વ્યગ્રતા રહે,બેચેની જણાય,મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ)  : ભાગીદારીમાં કામ હોય તો લાભ થાય, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ) :  બિનજરૂરી દોડધામ ટાળવી ,શરીર બાબતે સાવચેતી રાખવી,ખાવા પીવા માં ધ્યાન દેવું પડે.

કન્યા (પ ,ઠ ,ણ ) : જુના સંબંધોને તાજા કરી શકો, પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.

તુલા (ર,ત) :  સુખ સગવડમાં વૃદ્ધિ થાય, નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

વૃશ્ચિક (ન ,ય ) :  તમારા વિચારોમાં તાજગી જોવા મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): લેખન વાંચનથી પ્રગતિ થતી જોવા મળે,  તમારા યોગ્ય વાણી વર્તન થી આગળ વધી શકો,શુભ દિન.

મકર (ખ ,જ ) : અન્ય ક્ષેત્રમાં આગળ ના વધતા રૂટિન કામમાં ધ્યાન આપવું,  તમારા ક્ષેત્ર માં પ્રગતિ સાધી શકો,કાર્યસિદ્ધિ થાય.

કુંભ (ગ ,સ,શ ) :   નાની નાની બાબતો તમને અસર કરતી જોવા મળશે, ગુસ્સા પર કાબુ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ ,ચ ,ઝ ,થ): થોડી ધીરજ રાખશો તો આકસ્મિત લાભ થાય,ધંધા માં બરકત જોવા મળે,શુભ દિન.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.