Abtak Media Google News

તા. ૧૪.૧૦.૨૦૨૩ શનિવાર ,સંવંત ૨૦૭૯ ભાદરવા વદ દર્શ અમાસ, સર્વપિત્રી અમાસ, હસ્ત નક્ષત્ર, ઐંદ્ર  યોગ,ચતુસ્પાદ   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ,ણ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.

કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.

કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.

વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–કંકણાકૃતિ સૂર્યગ્રહણ ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિમાં થઇ રહ્યું છે

આજે થનારું કંકણાકૃતિ સૂર્યગ્રહણ ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિમાં થઇ રહ્યું છે, ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ મહારાજ છે માટે ગ્રહણ સમયે આ નક્ષત્રનું હોવું ખુબ સૂચક છે કેમ કે મંગળ સેનાપતિ છે અને યુદ્ધભૂમિ પર ઘણી તાકાત બતાવી શકે છે માટે આ બે ગ્રહણ વચ્ચેનો સમય ઘણો સ્ફોટક પુરવાર થશે વળી અત્રે લખ્યા મુજબ મંગળ જમીન છે જેથી જમીન પર તેની અસર જોવા મળશે એક બીજા દેશના કબ્જાના વિસ્તારોમાં ફેરફાર આવશે.સૂર્ય મહારાજ નીચસ્થ થવા જઈ રહ્યા છે જે અનેક સરકારોની મુશ્કેલી વધારતા જોવા મળશે તો બીજી તરફ મંગળ ખેલ જગત અને ખેલજગતને લગતી ઘટનાઓ અને ખેલાડીઓ પણ દર્શાવે છે માટે આ સમયમાં ખેલ જગત, રમતનું મેદાન, સ્ટેડિયમ અને ખેલાડીઓ બાબતે વિશેષ સમાચાર આવતા જોવા મળે. કેટલાક ખેલાડીઓ મુશ્કેલીમાં મુકતા જોવા મળે વળી ખેલજગત અને તેના સ્થળો ચર્ચામાં રહે. ગ્રહણ વચ્ચેનો સમય ઉર્જા તેના ઉચ્ચ વિભાગમાં હોય છે માટે ઘણી ના ગમતી ઘટનાઓ પણ બનતી જોવા મળે આ સમયમાં વ્યક્તિગત રીતે પણ સાવધાની રાખવી જરૂરી બને અને આ સમયમાં અકસ્માત અને આગજની બાબતે વિશેષ કાળજી રાખવી પડે આ સમયમાં પોલીસ અને સેના વધુ સક્રિય બને વળી આ સમયમાં મોટી ઇમારતો, પ્રખ્યાત સ્થળો કે લોકોની ગીચતા વાળી જગ્યાએ જવામાં સંભાળવું જોઈએ. આ સમયમાં ઇષ્ટદેવનું સ્મરણ અને આધ્યાત્મિક ચિંતન તથા ધ્યાન વિશેષ ઉપયોગી પુરવાર થઇ શકે છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.