Abtak Media Google News

તા. ૩.૧૦.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૭૯ ભાદરવા વદ પાંચમ, નક્ષત્ર: કૃત્તિકા, યોગ: વજ્ર, કરણ: કૌલવ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ): જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.

વૃષભ (બ,વ,ઉ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

મિથુન (ક,છ,ઘ): વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરીના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

સિંહ (મ,ટ):  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

કન્યા (પ,ઠ,ણ ): ધ્યાન યોગ મૌનથી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.

તુલા (ર,ત): દૂર દેશથી સારા સમાચાર મળે, લાગણીની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

વૃશ્ચિક (ન,ય ): દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.

મકર (ખ,જ ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.

કુંભ (ગ,સ,શ): કોર્ટ કચેરીમાં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

મીન (દ,ચ,ઝ,થ): સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

– જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.