Abtak Media Google News

તા. ૭.૩.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ મહા વદ બારસ, ઉત્તરાષાઢા  નક્ષત્ર, વરિયાન  યોગ, કૌલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ   મકર (ખ,જ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .

મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ)  : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.

સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .

તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .

વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.

મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .

કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.

–અગિયારમું સ્થાન આપણા જીવનમાં અલ્લાદીનના ચિરાગ જેવું કામ કરે છે!!!

જન્માક્ષરમાં અગિયારમો ભાવ લાભ સ્થાન છે, મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જો   જન્માક્ષરને યોગ્ય રીતે સમજવામાં આવે તો તેનો શ્રેષ્ઠ લાભ લઇ શકાય છે, ખાસ કરીને અગિયારમો ભાવ જીવનમાં તમે ચાહેલી તમામ ખુશી અને લાભ લાવી શકે છે. જાતકની આવક અને તેને થનારા લાભ અગિયારમા ભાવથી જોવા માં આવે છે . મારા ગુરુજી અગિયારમા ભાવને અલ્લાદીનનો ચિરાગ કહેતા કેમ કે જો આપણે આ સ્થાન પાસે થી માંગતા શીખી જઈએ તો આ સ્થાન માલામાલ કરી દે છે! અગિયારમા સ્થાનનો સ્વામી અને અગિયારમે બેઠેલો ગ્રહ ત્યાંની રાશિ અને નક્ષત્ર બરાબર સમજી લઈએ અને તે મુજબ એ સ્થાનને મજબૂત કરતા શીખી જઈએ તો અવશ્ય આ સ્થાન તમને મનચાહી વસ્તુ અપાવે છે. એક મિત્રને અગીયરમે મૃગશીર્ષ નક્ષત્ર હતું અને શુક્ર મહારાજ બિરાજમાન હતા મેં તેમને ડ્રોઈંગરૂમમાં ચળકતા કલરની શુક્રની અસર વળી મૃગના પેઇન્ટિંગની ફ્રેમ લગાવવા કહ્યું અને સવારે એ પેઇન્ટિંગ ને નીરખીને જોવાનું અને સાથે પોઝિટિવ થીંકીંગ અને તેની પેટર્ન સમજાવી એ પછી તે મિત્રની આવકમાં ખાસ્સો સુધારો થયો અને જે લક્સરીએસ વસ્તુઓ તે લેવા ઇચ્છતા હતા તે પણ લઇ શક્યા!! અગિયારમું સ્થાન આપણા જીવનમાં અલ્લાદીનના ચિરાગ જેવું કામ કરે છે જો આપણે તે બાબતોને ડિકોડ કરી તે મુજબ પ્રયોગ કરી શકીએ તો…..

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.