Abtak Media Google News

તા. ૨૮.૧૦.૨૦૨૩ શનિવાર  ,સંવંત ૨૦૭૯ આસો સુદ પૂનમ, શરદ પૂર્ણિમા, ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, રેવતી  નક્ષત્ર, વજ્ર યોગ,વિષ્ટિ  કરણ આજે સવારે ૭.૩૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .

વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ,હ)  : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

— જન્મ કુંડળીમાં રાહુ બારમે જાય ત્યારે બંધન યોગ બને છે

આજરોજ શનિવારને વ્રતની પૂનમ, શરદપૂર્ણિમા અને સાથે સાથે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. ભારતમાં દેખાવાનું હોવા થી પાળવાનું રહેશે! ખંડગ્રાસ ચંદ્રગ્રહણની વ્યાપક અસર વિષે અગાઉ લખી ચુક્યો છું. બે દિવસ પછી એટલે કે ૩૦ ઓક્ટોબરના રાહુ મીનમાં અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે! દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરતા, હંમેશા વક્રી ચાલતા, છાયા ગ્રહ રાહુ અને કેતુ કળિયુગમાં પોતાની વિશેષ અસર બતાવવા સમર્થ છે વળી જન્મોજન્મના લેણદેણ, ઋણાનુબંધન પણ રાહુ-કેતુથી જોવાય છે. રાહુ મીન રાશિ એટલે બારમી રાશિમાં જાય છે, જયારે વ્યક્તિગત જન્મ કુંડળીમાં રાહુ બારમે જાય ત્યારે બંધન યોગ બને છે અને વ્યક્તિને કોઈ ને કોઈ રીતે બંધનનો અહેસાસ થાય છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે બારમે રાહુ વાળી વ્યક્તિ એકાંતમાં ચિંતન કરતી હોય છે અને ઘણી વાર પોતે જ બધાથી અલગ રહેવાનું પસંદ કરે છે વળી બારમે રાહુવાળા વ્યક્તિને કારાવાસ યોગની પણ શક્યતા રહે છે માટે બારમે રાહુ હોય ત્યારે હોસ્પિટલ અને જેલ બે શબ્દોથી સંભાળવું પડે અને કાયદાકીય બાબતોનો વિશેષ ખ્યાલ રાખવો પડે. રાહુએ વિદેશ છે માટે આવી વ્યક્તિને વિદેશથી લાભ થતો જોવા મળે પરંતુ માનસિક કે શારીરિક રીતે બંધનનો અનુભવ થતો જોવા મળે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.